ભાતને ફરી ગરમ કરશો તો બની જશે ઝેરઃ કયા ખોરાકને ફરી ન રાંધવો જોઇએ
આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં લાઇફને સરળ અને ઝડપી બનાવવા માટે ઘણા બધા ગેઝેટ્સ માર્કેટમાં આવી ગયા છે. જેનો ઉપયોગ લગભગ દરરોજ થાય છે. તેમાંથી એક છે ફ્રિજ. આપણે તેમાં રોજ કોણ જાણે કેટલોય જમવાનો સામાન, રાંધેલો ખોરાક મુકીએ છીએ. બીજુ છે માઇક્રોવેવ ઓવન. આપણે તેમાં જમવાનું ગરમ કરીને ખાઇ લઇએ છીએ. સવારે રસોઇ બનાવતા વધી હોય તો તે આપણે ફ્રીજમાં મુકી દઇએ છીએ અને સાંજે ફટાફટ ગરમ કરીને આરોગીએ છીએ. આપણને આ વાત ખુબ નોર્મલ લાગે છે, પરંતુ આ વસ્તુ આપણી હેલ્થ પર ખુબ જ ખરાબ અસર કરે છે. ખાવાનું ફરી વખત ગરમ કરીને ખાવાની આદત બિલકુલ સારી નથી. તેમાં પણ કેટલાક એવા ફુડ છે જેને ફરી ગરમ કરવામાં આવે તો તે ઝેર સમાન બની જાય છે. જાણી લો કેટલીક એવી વસ્તુઓ જેને ગરમ કરવાની ભુલ ન કરવી જોઇએ.
બટાકા
લગભગ આપણા દરેક શાકમાં બટાકા તો હોય જ છે. ઘણી વાર આપણે માત્ર બટાકાનું શાક બનાવીએ છીએ. એક સંશોધન મુજબ બટાકા રાંધ્યા બાદ તેને ફરી ક્યારેય ગરમ ન કરવા જોઇએ. બટાકાને રુમ ટેમ્પરેચર પર રાખવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તેને ફરી વખત ગરમ કરવાથી નુકશાન થાય છે. કેમાં ક્લોસ્ટ્રીડિયમ બોટુનલિનમ નામના બેક્ટેરિયા ઉદ્ભવે છે જે શરીરને નુકશાન પહોંચાડે છે.
ઇંડા
ઇંડા ખાનારા લોકોને આ જ સલાહ આપવામાં આવે છે. તેને પકવીને તુરંત ખાવા જોઇએ. તેમાં નાઇટ્રોજનની માત્રા ખુબ વધારે હોય છે, જે ગરમ થતા નાઇટ્રોજન કાર્સિનોજેનિક પદાર્થ પેદા કરવા લાગે છે. જો તમે ઇંડાને ફરી વખત ગરમ કરીને ખાવ છો તો કેન્સરનો ખતરો વધી જાય છે.
ભાત
ભાત તો લગભગ દરેક ઘરમાં બને છે. એવું માનવામાં આવે છે કે ભાત 24 કલાક સુધી ફ્રેશ રહે છે. જો તમારી આદત પણ વાસી ભાતને દાળ સાથે મિક્સ કરીને ખાવાની હોય તો તે આદત છોડી દેજો. ભાતને ફરી વખત ગરમ કરીને ખાવાથી ફુડ પોઇઝનિંગનો ખતરો રહે છે.
મશરુમ
મશરુમનુ શાક તો પસંદ છે, પરંતુ તેને એક વખત ખાધા બાદ ફરી ખાવા માટે ફ્રીજમાં ન રાખો. મશરુમમાં મિનરલ્સ અને પ્રોટીન સારી માત્રામાં હોય છે. તેને ફરી વખત ગરમ કરવાથી પ્રોટીન નષ્ટ થઇ જાય છે. તે ઝેરીલુ બનીને પાચનક્રિયાને પ્રભાવિત કરે છે.
ચિકન
ચિકનને ફરી વખત ગરમ કરવાથી તેનું પ્રોટીન તુટી જાય છે અને તે ઝેરીલુ બનવા લાગે છે. તે આરોગ્ય માટે નુકશાનકારક છે. માંસાહારી ભોજનને પસંદ કરતા લોકો ક્યારેય પણ ચિકન, માછલી કે માંસને ફરી ગરમ કરવાની ભુલ ન કરે.
આ પણ વાંચોઃ હોળી ક્યારે છે 7 કે 8 માર્ચ, હજુ છો કન્ફ્યુઝ? જાણો ક્યારે થશે હોલિકા દહન