હોળી ક્યારે છે 7 કે 8 માર્ચ, હજુ છો કન્ફ્યુઝ? જાણો ક્યારે થશે હોલિકા દહન
દરેક વ્યક્તિ હોળીની આતુરતાથી રાહ જોતી હોય છે, પરંતુ આ વર્ષે હોળીના તહેવારની તારીખને લઇને લોકો મુંઝવણમાં છે. હોળી રંગોનો તહેવાર છે. બે દિવસના આ તહેવારમાં એક દિવસે ધાર્મિક કાર્યો થાય છે, તો બીજા દિવસે રંગોની ધુળેટી રમવામાં આવે છે. હોળી ફાગણ સુદ પુનમે ઉજવવામાં આવે છે. આ દિવસે હોલિકા દહન થાય છે. આ વર્ષે હોળી 7 માર્ચે છે કે 8 માર્ચે એ બાબતે લોકોમાં ગજબનું કન્ફ્યુઝન પેદા થયુ છે.
ક્યારે છે શુભ મુહુર્ત
આ વર્ષે હોળી 7 માર્ચ મંગળવારે શરૂ થઇ રહી છે. હોલિકાદહન આ દિવસે કરવામાં આવશે અને 8 માર્ચના રોજ ધુળેટી મનાવવામાં આવશે. હોલિકા દહનનું મુહુર્ત 7 માર્ચે 5.48 વાગ્યાથી 8.58 વાગ્યા સુધી છે. આ સમયમાં હોળી પ્રગટાવવામાં આવશે.
હોળિકાદહનનું શું છે મહત્ત્વ
સનાતન ધર્મમાં હોળિકા દહનનું ખુબ મહત્ત્વ છે. હોલિકા દહનના આગલા દિવસે લોકો ચાર રસ્તા પર કોઇ વૃક્ષની ડાળીને જમીનમાં દાટી દે છે. આજુબાજુ લાકડીઓ, છાણાં ભેગા કરીને તેની પુજા કરે છે. તેમાં એક મટકીમાં નવા ઘઉં મુકવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રગટાવવામાં આવે છે. લોકો અગ્નિની પરિક્રમા કરે છે. તેનાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. હોળી અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક કહેવાય છે.
આ પણ વાંચોઃ હોળીનો દરેક રંગ છે ખૂબ જ ખાસ, જાણો કોને કયો રંગ લગાવવો જોઈએ !