પાલનપુર : ડીસામાં હોળીના તહેવાર પૂર્વે મીઠાં મધુરા હારડાઓની હારમાળા


પાલનપુર : બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા દક્ષિણ રાજસ્થાનનો મોટો ભાગનો વ્યવહાર ડીસા, ધાનેરા અને થરાદ જેવા શહેરો સાથે રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં હોળી – ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઇને આ શહેરોની બજારમાં રોનક જોવા મળી રહી છે. જેમાં હારડાની હારમાળા સર્જાયેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
હવે હોળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહેતા જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ડીસાની બજારોમાં હારડાઓની હારમાળા જોવા મળી રહી છે. “દિવાળી તો અટેકટે, હોળી તો મારે ઘરે રે…” ડીસા ભલે ગુજરાતનું શહેર હોય પરંતુ પચાસ ટકા મારવાડી વસ્તીથી મારવાડની મધુરતાનો મઘમઘાટ દેખાય છે. અને એમાં પણ ભારતીય સંસ્કૃતિની અદભુત વિશિષ્ટ દરેક તહેવારમાં વિશિષ્ટ આહાર ? જેમાં હોળીનું બીજું નામ હારડા, ખજુર, ધાણી જેમાં હારડા ની હારમાળા ની શુભતા (સફેદાઈ)થી ડીસાની બજારો શોભી ઉઠી છે. અહીંની બજારમાં વેપારીઓએ હોળી ધૂળેટીના તહેવાર ને લઈને આ બધી વસ્તુઓનો સ્ટોક કરીને રાખ્યો છે. જ્યારે કેટલાક પરિવારોમાં નાના બાળકની ઢૂંઢ નો પ્રસંગ ઉજવાતો હોય છે. જેને લઇને પણ ઉત્સાહનો માહોલ જોવા મળે છે.
આ પણ વાંચો : પાલનપુર : સ્વસ્તિક મહિલા કોલેજમાં એઇડ્સ જાગૃતિને લઇ યોજાઇ રંગોલી સ્પર્ધા