ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

ફેબ્રુઆરીમાં લગ્નનું છેલ્લું મુહૂર્તઃ હવે બે મહિનાનો બ્રેક

Text To Speech

સૂર્યના મકર રાશિમાં પ્રવેશ કરવાની સાથે જ ધનારક કમૂરતા પૂરા થવાથી નવા વર્ષની શરૂઆતે જ લગ્નની મોસમ જામી છે. લગ્ન-વિવાહની સાથે ગૃહ પ્રવેશ, જનોઈ, બાબરી -મુંડન જેવાં શુભ કાર્યો પણ પુરજોશમાં છે. હિંદુ ધર્મમાં લગ્ન સૌથી પવિત્ર વિધિ છે. તે માટે મુહૂર્ત પણ મહત્વપૂર્ણ ગણાય છે.

ફેબ્રુઆરીમાં લગ્નનું હવે એક જ મુહૂર્તઃ હવે બે મહિનાનો બ્રેક hum dekhenge news

હવે ફેબ્રુઆરી માસમાં લગ્ન મુહૂર્ત માટે માત્ર એક જ શુભ દિવસ ૨૮ ફેબ્રુઆરી જ બાકી રહ્યો છે. ત્યાર બાદ લગ્નનાં આયોજનો માટે લોકોને રાહ જોવી પડશે કારણ કે બે માસનો બ્રેક આવી રહ્યો છે. આ વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનારક માસ રહેશે, એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે ત્યારે લગ્ન કરી શકાય નહીં તેવું મનાય છે. એપ્રિલમાં ગુરુ અસ્ત થઈ જશે એટલે આ બંને મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં. ત્યાર બાદ ૪ મે ૨૦૨૩થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે, જે ૨૭ જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી ૨૯ જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે, આ દિવસથી ચાર મહિના માટે ફરી બધાં જ માંગલિક કાર્યો બંધ થઈ જશે.

વર્ષ દરમિયાન ઘણા દિવસો એવા હોય છે કે જેમાં કોઈ મુહૂર્ત જોવામાં આવતુ નથી. તે વણજોયા મુહુર્તના દિવસો કહેવાય છે. તે દિવસ આપમેળે જ લગ્ન માટે શુભ કહેવાય છે. જેમ કે વસંત પંચમી, અખાત્રીજ, દેવઊઠી અગિયારશ.

ફેબ્રુઆરીમાં લગ્નનું હવે એક જ મુહૂર્તઃ હવે બે મહિનાનો બ્રેક hum dekhenge news

લગ્ન મુહૂર્ત માટે તિથિ, વાર અને નક્ષત્રો સાથે જ સૂર્ય, ગુરુ અને શુક્ર ગ્રહની સ્થિતિને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે સૂર્ય ધન કે મીન રાશિમાં હોય છે ત્યારે લગ્ન થઈ શકતાં નથી.સાથે જ ગુરુ અને શુક્ર ગ્રહ જો અસ્ત હોય ત્યારે પણ લગ્ન મુહૂર્ત હોતાં નથી.સૂર્ય દર મહિને રાશિ બદલે છે અને એક મહિના સુધી દરેક રાશિમાં રહે છે. પરંતુ જ્યારે તે ધન રાશિમાં આવે છે ત્યારે ધનુર્માસ શરૂ થઈ જાય છે. આ દરમિયાન લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ અને અન્ય માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેતાં નથી. આ વખતે ૧૬ ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે. જે ૧૫ જાન્યુઆરી ૨૦૨૪ સુધી રહેશે.

ફેબ્રુઆરીમાં લગ્નનું હવે એક જ મુહૂર્તઃ હવે બે મહિનાનો બ્રેક hum dekhenge news

વર્ષ ૨૦૨૩માં લગ્નનાં શુભ મુહૂર્ત

ફેબ્રુઆરી- ૨૮
મે- ૪, ૬, ૮, ૯, ૧૦, ૧૧, ૧૫, ૧૬, ૨૦, ૨૧, ૨૨, ૨૭, ૨૯ અને ૩૦
જૂન – ૧, ૩, ૫, ૬, ૭, ૧૧, ૧૨, ૨૩, ૨૪, ૨૬ અને ૨૭
નવેમ્બર – ૨૩, ૨૪, ૨૭, ૨૮ અને ૨૯
ડિસેમ્બર- ૫, ૬, ૭, ૮, ૯, ૧૧ અને ૧૫

આ પણ વાંચોઃ કુમાર વિશ્વાસને RSS પર ટિપ્પણી ભારે પડી, ગુજરાતમાં કાર્યક્રમ રદ, જાણો શુ છે મામલો

Back to top button