પ્રયાગરાજમાં રાજુ પાલ હત્યા કેસના પ્રત્યક્ષ સાક્ષી ઉમેશ પાલ અને તેના ગનરની માત્ર 47 સેકન્ડમાં હત્યા કરીને હત્યારાઓ નાસી છૂટ્યા હતા. પ્રથમ ગોળી ઉમેશ પર 4.56 મિનિટ 28 સેકન્ડે ચલાવવામાં આવી હતી. જ્યારે 4.57 મિનિટ 15 સેકન્ડે બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. હુમલાખોરોની સંખ્યા છ હતી જેઓ સફેદ રંગની કાર અને લાલ રંગની બાઇકમાં આવ્યા હતા. આ ઘટના ઉમેશ પાલના ઘરની બહાર જ બની હતી અને ઘરની બહાર આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ફૂટેજ અનુસાર, ઉમેશ તેની સફેદ રંગની ક્રેટા કારમાં 4.56 મિનિટ 24 સેકન્ડે ઘરની બહાર પહોંચ્યો હતો તે પાછળની સીટ પર બેઠો હતો. તે દરવાજો ખોલીને જ બહાર આવ્યો હતો જ્યારે એક હુમલાખોર તેની નજીક આવ્યો અને તેની તરફ પિસ્તોલ તાકી. તે કંઈ સમજે તે પહેલા તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગોળી વાગતાની સાથે જ ઉમેશ જમીન પર પડી ગયો અને ત્યાં સુધી અન્ય હુમલાખોર પણ આવી ગયો અને ફાયરિંગ શરૂ કરી દીધું. આમાં એક ગોળી ઉમેશના ગનર રાઘવેન્દ્રને પણ વાગી અને તે પણ ઘાયલ થઈને જમીન પર પડી ગયો.
View this post on Instagram
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશમાં પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલની ઘાતકી હત્યા
બીજી બાજુ ઈજાગ્રસ્ત ઉમેશ ઉભો થઈને જીવ બચાવવા ઘરની અંદર ભાગ્યો હતો, તેનો પીછો કરતા એક હુમલાખોરે ઘરમાં ઘુસીને ગોળીબાર કર્યો હતો, જેમાં તે લોહીલુહાણ થઈને જમીન પર પડ્યો હતો અને ફરી ઊભો થયો નહોતો. બીજી તરફ ગોળીથી ઘાયલ રાઘવેન્દ્ર જીવ બચાવવા અંદર દોડ્યા ત્યારે હુમલાખોરોએ તેના પર બોમ્બ વડે હુમલો કર્યો હતો. તે ઘરની અંદર પહોંચી ગયો હતો અને પછી એક બોમ્બ તેની જમણી બાજુએ તેની પીઠ પર સીધો વાગ્યો હતો અને તે ત્યાં જમીન પર પટકાયો હતો.