ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સોનિયાબેન ગોકાણી આવતીકાલે શનિવારે તા.25 ફેબ્રુઆરીના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે આશીષ જીતેન્દ્ર દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. કાયદામંત્રી કિરણ રિજિજુએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટને 64 વર્ષમાં પહેલી વખત મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે.
12 ફેબ્રુઆરીએ જ તેમને બનાવાયા હતા જસ્ટીસ
મહત્વનું છે કે, જસ્ટીસ સોનિયાબેન ગોકાણી આવતીકાલે જ્યારે વય મર્યાદાના કારણે નિવૃત્ત થાય છે ત્યારે ભારતમાં કુલ 25 હાઈકોર્ટ આવેલી છે જેમાંથી હાલમાં તેઓ એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ છે. જ્યારે અન્ય એક મહિલા જજ સબીના હિમાચલ પ્રદેશ હાઈકોર્ટમાં કાર્યવાહક ચીફ જસ્ટિસ તરીકે ફરજ પર છે. દરમિયાન હાઈકોર્ટના નવા ચીફ જસ્ટીસ તરીકે આશીષ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. કાયદામંત્રી કિરણ રિજિજુએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ આશીષ દેસાઈની ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે 26 ફેબ્રુઆરીથી પદભાર સંભાળશે.
— Kiren Rijiju (@KirenRijiju) February 24, 2023