ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : સૂઈગામની ભટાસણા માઇનોર કેનાલમાં 30 ફૂટનું ગાબડું, હજારો લીટર પાણીનો વેડફાટ

Text To Speech
  • અગાઉ જોરડીયાલી પાસે કેનાલ તૂટી હતી

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલ તૂટવાની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતાં ભારે નુકશાન વેઠવું પડતું હોય છે. બે દિવસ પહેલાં જોરડીયાલી ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ તૂટી હતી. ત્યાજ સૂઈગામ તાલુકાના રડકા ગામ પાસેની કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.


સુઇગામ તાલુકાના રડકા ગામ નજીકથી પસાર થતા ભારત માલા પ્રોજેક્ટ હેઠળ સિક્સલેન હાઇવે પસાર થાય છે. જેની નજીકથી ભટાસણા માઇનોર કેનાલ પસાર થાય છે. જે કેનાલ ની સાઈડમાં ભારત માલા હાઇવેના કોન્ટ્રાકટર દ્વારા સાઈફન અને બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. જેને લઈ કેનાલ સાઈડમાંથી માટીનું ખોદાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે કેનાલ માં 30 ફૂટનું મોટું ગાબડું પડ્યું હતું. જેને લઈ હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જેમાં કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે કેનાલ તૂટી હોવાનું લોકો દ્વારા જાણવા મળ્યું હતું. આ રીતે ભી જતા પાણી થી આગળ ના ખેડૂતો પાણી થી વંચિત રહ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર : આયર્ન મોદી કેસમાં પોલીસનું મોરલ તોડવાના પ્રયાસમાં આવેદનપત્ર અપાયા

Back to top button