કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છ : લિફ્ટ આપીને વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસના સકંજામાં

Text To Speech

કચ્છ જિલ્લામાં 22 ફેબ્રુઆરીના રોજ ઘરેથી દર્શન માટે ગયેલા એક 65 વર્ષીય આધેડ મહિલા ઘરે પરત ન ફરતા પરિવારે પોલિસને જાણ કરી હતી. પરિવારે પોલીસને જણાવ્યુ હતુ કે આ મહિલા 22 ફેબ્રુઆરીએ બાજુમાં આવેલ ગામમાં રામદેવપીર મંદિર દર્શન કરવા ગયા હતા. પરંતુ સાંજ સુધી પણ ધરે પરત ફર્યા ન હતા.

પોલીસને 65 વર્ષીય આધેડ મહિલાનો મૃતદેહ મળ્યો હતો

પરિવાર દ્વારા આ બાબાતે પોલીસને જાણ કરાતા પોલિસે આ મહિલાની શોધખોળ શરૂ કરી હતી અને તપાસ કરતા મોડી રાત્રે આ મહિલાનો મૃતદેહ મુન્દ્રાના રતાડીયા નજીકના નિર્જન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ મૃતદેહને જોઈને પોલિસને કાઇક અજુગતુ થયાની શક્યતા કેસમાં દેખાતી હતી. જેથી પોલીસે મહિલાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.

આરોપી પોલીસના સકંજામાં-humdekhengenews

પોસ્ટ મોર્ટમમાં થયા ચોંકાવનારકા ખુલાસા

પોલીસ દ્વારા આ મહિલાના મૃતદેહની મેડીકલ તપાસ અને પોસ્ટમોર્ટમ કરાવ્યુ ત્યારે તેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે આ 65 વર્ષીય મહિલા સાથે કોઇએ દુષ્કર્મ કર્યા બાદ તેનુ મોઢુ બંધ કરી હત્યા કરી નાખી હતી.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

આ રિપોર્ટ બાદ પોલીસે રતાડીયા આસપાસ તપાસ કરતા એક શંકાસ્પદ બાઇક ચાલકની હીલચાલ જણાઈ આવી હતી. આ બાઈકના નંબર પરથી પોલીસે વધુ તપાસ કરતા આ યુવાન નારાણપરનો હોવાનું જાણવા મળ્યું હતું. આમ પોલીસે 75 વર્ષના આધેડ મહિલાના મોતનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : ભાવનગરની એક્સલ કંપનીમાં બ્લાસ્ટ, 100 થી વધુ કર્મચારીઓ હતા હાજર

Back to top button