ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : આયર્ન મોદી કેસમાં પોલીસનું મોરલ તોડવાના પ્રયાસમાં આવેદનપત્ર અપાયા

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે દસ દિવસ અગાઉ આયર્ન મોદીનું કોલેજમાંથી અપહરણ કર્યા બાદ માર માર્યો હતો. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેમાં પોલીસે છ ટીમો બનાવી ચાર રાજ્યોમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી. અને આ કેસમાં સંડોવાયેલા દસ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમના કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના ચાર કર્મચારીઓ વિરુદ્ધ ખોટી રીતે કોર્ટમાં ફરિયાદ કરાઈ હોવાની રજૂઆત પાલનપુરના શ્રી સૈની ક્ષત્રિય (માળી) પંચાયત દ્વારા જિલ્લાના પોલીસ વડા અક્ષય રાજ મકવાણાને રજૂઆત કરવામાં આવી છે.

જેમાં આ પ્રયાસને નીંદનીય ગણાવીને પોલીસનું મોરલ તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. અને પોલીસે આયર્ન મોદી ખૂન કેસની કરેલી તટસ્થ તપાસને બિરદાવામાં આવી હતી. જેમાં શુક્રવારે કરણી સેના, મહાકાલ સેના, મોદી સમાજ અને ઠાકોર સમાજના લોકો એકઠા થયા હતા. અને “બનાસકાંઠા પોલીસ તુમ આગે બઢો.… હમ તુમ્હારે સાથ હૈ…” ના નારા લગાવીને પોલીસ અધિક્ષકને મળી આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં પોલીસ ન્યાયિક તપાસ કરે તેવી માંગ કરાઈ હતી.

આયર્ન મોદી કેસને કોઈ ધર્મ કે જ્ઞાતિ સાથે ના જોડો : એસ.પી. અક્ષયરાજ

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ કોર્ટમાં ચાર પોલીસ કર્મચારીઓએ માર માર્યાનો આક્ષેપ કર્યો છે. જેને લઈને અલગ અલગ સમાજના લોકો એકઠા થયા હતા, અને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા ને આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા એ જણાવ્યું હતું કે, આયર્ન મોદીના કેસના આરોપીઓનો કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. આ કેસને કોઈ જાતિ કે ધર્મ સાથે જોડવામાં ના આવે. કોઈ જ્ઞાતિ કે સમાજના લોકો ધરણા કે રેલી જેવા કાર્યક્રમો યોજે તે પહેલા અમારી સાથે આવીને વાત કરવી જોઈએ.

પોલીસ તરીકે અમારી કામગીરી નિષ્પક્ષ અને તટસ્થ રહી છે. જો કેસને જ્ઞાતિ ધર્મ સાથે જોડી વિભાજિત કરીશું તો તે દેશ માટે સારી બાબત નથી. પોલીસની તરફેણ કે વિરોધમાં થતાં ધરણાં કે રેલીને વખોડું છું. આયર્નના કેસને એક કેસ તરીકે જ જોવો જોઈએ. પોલીસને તેની કામગીરીમાં આરોપીઓને સખત સજા થાય તે જોવાનું રહેશે.

આ પણ વાંચો :ગુજરાત બજેટ 2023-24 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ ₹ 2165 કરોડની જોગવાઇ

Back to top button