જો સાથે રહેવુ શક્ય જ નથી, તો શાલીનતાથી સંબંધોને કરો Good Bye
છેલ્લા ઘણા સમયથી આપણે રોજે સવારે ન્યુઝપેપર ખોલીએ અને સંબંઘોના મતભેદો કે મનભેદોનુ હિંસક સ્વરૂપ જોઇએ છીએ. સમયની સાથે વ્યક્તિઓની સહનશક્તિ ઘટી છે. લોકો પ્રેમ કે અન્ય સંબંધોમાં પણ એકબીજાને સહન કરી શકતા નથી અને હિંસક ઘટનાઓને અંજામ આપે છે. કોઇ પણ સંબંધના હિંસક અંત કરતા શ્રેષ્ઠ છે સહેજ પણ અસહજતા લાગે તો શાલીનતા પુર્વક એકબીજાના જીવનમાંથી વિદાય લઇ લેવી અને સંબંધોને ગુડ બાય કરી દેવું. લાંબો સમય એકબીજા સાથે વીતાવ્યા બાદ આ કદાચ મુશ્કેલ પણ હોઇ શકે, પરંતુ અશક્ય નથી.
કોઇ પણ સંબંધોને જબરજસ્તી ખેંચીને રાખવા, કોઇ વ્યક્તિ સાથે પરાણે રહેવુ તે વધુ મુશ્કેલ કામ છે. આ વસ્તુ તમારી સોશિયલ પ્રેઝન્ટ, મેન્ટલ અને ફિઝિકલ હેલ્થને પણ પ્રભાવિત કરે છે. તેનો અહેસાસ તમને ભલે મોડે મોડે થાય, પરંતુ જો તમે દુઃખી હશો તો સ્ટ્રેસ કે ડિપ્રેશનનો ભોગ બની શકો છો. એટલે જ વર્ષો પહેલા મહાન કવિ સાહિર લુધિયાનવીએ કહ્યુ છે, ‘વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખુબસુરત મોડ દેકર છોડના અચ્છા’. હવે સમય બદલાયો છે, વ્યક્તિ હિંસક બનીને પોતાની જાતને અથવા સામેવાળી વ્યક્તિને નુકશાન પહોંચાડે તેના કરતા બેટર છે મુવ ઓન કરી લો. જાણી લો કોઇ પણ સંબંધોમાં ક્યારે હોય છે બ્રેકઅપની જરૂર
ક્યારે જરૂરી છે સંબંધોને ‘ગુડ બાય’ કહેવુ?
કેટલાક લોકો માટે એકબીજા માટેનું એટેચમેન્ટ અથવા તો સંબંધોમાં કરાયેલા વાયદાઓ તેમને સંબંધમાંથી બહાર નીકળતા રોકે છે. આવા લોકો પોતાના પાર્ટનર સાથે ચીટિંગ કરવા લાગે છે. તેમની ભાવનાઓને નજરઅંદાજ કરે છે, જો કોઇ સંબંધને શરૂ કરવામાં બે જણની સહમતિ લેવાઇ હતી તો જરૂરી છે કે બ્રેકઅપમાં પણ બે જણ સહમત થાય. એકબીજાની સાથે વાત કરો અને સમજવાનો પ્રયાસ કરો. બંનેની સહમતિથી બ્રેકઅપ કરવુ વધુ જરૂરી છે.
સંબંધોને તોડતા પહેલા કેટલીક બાબતો જાણી લો
1. ખુલીને વાત કરો
તમારે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરવી પડશે. તેમને નજરઅંદાજ કરવાથી બંનેને પરેશાની થશે. ખુલીને વાત કરો કે આખરે કેમ તમે સંબંધોને આગળ વધારવા ઇચ્છતા નથી. ધીમે ધીમે એટેચમેન્ટ ખતમ કરો.
2. બ્રેકઅપના કારણ ક્લીઅર રાખો
બ્રેકઅપ પહેલા તેનું કારણ નક્કી કરવુ ખુબ જરૂરી છે. કેમકે જો તમે કન્ફ્યુઝ હશો તો ફરી વખત સંબંધોમાં જવાની કોશિશ કરશો. તમારા એક્સ સાથેનું એટેચમેન્ટ વારંવાર તમને તેમની તરફ ખેંચવાની કોશિશ કરશે, તેથી બ્રેકઅપ લેવાનુ ઠોસ કારણ જાણી લો, જેથી તમે બંને તમારા ઇમોશન પર કન્ટ્રોલ કરી શકો.
3. ધીમે ધીમે સંબંધોમાંથી બહાર આવો
ઘણી વખત લોકો બ્રેકઅપનો નિર્ણય લેતા જ વાતચીત કરવાનું બંધ કરી દે છે. તેથી તમારી ફીલિંગને કન્ટ્રોલ કરવાનું મુશ્કેલ બની જાય છે. હેલ્ધી બ્રેકઅપ માટે જરૂરી છે બ્રેકઅપ પ્રોસેસનુ પણ હેલ્ધી હોવુ. વર્ષોના એટેચમેન્ટને એક દિવસમાં ખતમ કરી શકાતુ નથી. તેથી સૌથી પહેલા એકબીજાની આશાઓને ખતમ કરવાનું શરુ કરો. ધીમે ધીમે કેર કરવાનું અને મળવાનુ ઓછુ કરો. બધી વસ્તુઓને કન્ટ્રોલમાં રાખો.
4. તમારી લિમિટેશન નક્કી કરો
જો તમે રિલેશનશિપમાંથી દોસ્તીના સંબંધમાં આવવાનું નક્કી કરી રહ્યા હો તો તમારે તમારી લિમિટ નક્કી કરવી પડશે. વારંવાર એક્સની સોશિયલ પ્રોફાઇલ ચેક કરવી અથવા તેની સાથે વાત કરવાની કોશિશ કરવા જેવી એક્ટિવીટીઝ ન કરો.
5. એકબીજાની જિંદગીમાં બાધારૂપ ન બનો
જો તમે તમારા એક્સ સાથે એકદમ કોન્ટેક્ટ ખતમ ન કરીને તેની સાથે દોસ્તીના સંબંધો રાખવા ઇચ્છો છો તો તેમની લાઇફમાં બાધા બનવાની કોશિશ ન કરો. તેઓ કોને મળી રહ્યા છે. કોની સાથે સંબંધ રાખી રહ્યા છે, કોની સાથે વાત કરે છે તેમાં દખલઅંદાજી ન કરો. જો તમે નવા સંબંધો શરૂ કરવા ઇચ્છો છો તો તમારી નવી રિલેશનશિપની ભુતકાળ સાથે તુલના ન કરો.
આ પણ વાંચોઃ સપનામાં ઘર કે મકાન દેખાય છે? આ વસ્તુના આપે છે સંકેત