ઉત્તર ગુજરાતગુજરાત

ગુજરાતના બજેટમાં બનાસકાંઠાને શું મળ્યું ?

Text To Speech

પાલનપુર: ગુજરાત સરકારના નાણાં મંત્રીએ વર્ષ 2023- 24 ના વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ બજેટમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તેમજ ધરોઈ બંધ કે જેની નજીકમાં તારંગા તીર્થધામ આવેલું છે. આ યાત્રાધામોમાં વર્ષે દહાડે એક થી દોઢ કરોડ દર્શનાર્થી આવે છે. જેમની સુખ સુવિધા માટે અને પ્રવાસીધામ તરીકે વિકસાવવા માટે સરકારે આ બજેટમાં રૂપિયા 300 કરોડની જોગવાઈ કરી છે. જ્યારે ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ અને શિવરાજપુર જેવા સ્થળોએ ટેન્ટ સીટી વિકસાવવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બનાસકાંઠા-humdekhengenews

જેમાં બનાસકાંઠા જિલ્લા ના સુઈગામ તાલુકામાં આવેલા નડેશ્વરી માતાજીના દર્શનાર્થે હજારો પ્રવાસીઓને દર્શનાર્થીઓ આવતા હોય છે. નડાબેટ ખાતે બીએસએફ દ્વારા રિટ્રીટ સેરેમની યોજાતી હોય છે. ત્યારે નડાબેટ નો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. જ્યાં ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા આવેલી હોવાથી અને બીએસએફ દ્વારા યોજાતા આ કાર્યક્રમને લઈને નડાબેટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલે નડાબેટ ખાતે ટેન્ટ સીટીનું ડેવલપમેન્ટ થવાથી પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.

બનાસકાંઠા-humdekhengenews

જ્યારે માર્ગ અને મકાન વિભાગમાં અમદાવાદ- મહેસાણા – પાલનપુરના રસ્તાને રૂપિયા 950 કરોડના ખર્ચે હાઇબ્રીડ એન્યુટી પદ્ધતિથી (જાહેર ખાનગી ભાગીદારી) ઓવર બ્રિજ સહિત છ માર્ગીય કરવા માટે રૂપિયા ૧૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે પાલનપુર થી આબુરોડ જતા જુની આરટીઓ કચેરી પાસે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. તેમજ રેલવે ફાટક પર બ્રિજ બની રહ્યો છે. આ માર્ગ દિલ્હી -મુંબઈ નેશનલ હાઈવે હોવાથી અહીંયા રોજના હજારો વાહનો પસાર થાય છે. પરિવહન માટે પણ અગત્યના આ માર્ગનું વિસ્તૃતિકરણ વિકાસને વેગ આપશે.

બનાસકાંઠા-humdekhengenews

તેમજ મહદઅંશે ટ્રાફિકના ભારણને હળવું કરશે. આમ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના કહી શકાય તેવા યાત્રાધામ નડાબેટમાં ડેન્સિટી અને અમદાવાદ- પાલનપુર ના છ માર્ગીય વિકાસ માટે બજેટમાં કરાયેલી જોગવાઈ થી બનાસકાંઠા જિલ્લાનો વિકાસ સતત વેગવંતો બનશે.

આ પણ વાંચો :ગુજરાત બજેટ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹ 568 કરોડની જોગવાઇ

Back to top button