ભાવનગરની એક્સલ કંપનીમાં બ્લાસ્ટ, 100 થી વધુ કર્મચારીઓ હતા હાજર
ભાવનગરમાં રૂવાપરી નજીક એક્સલ કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે.આ કંપનીના યુનિટમાં અચાનક બ્લાસ્ટ થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ અહી બ્લાસ્ટ વખતે 100થી વધુ કર્મચારી કામ કરી રહ્યા હતા. ઘટના બાદ યુનિટમાંથી કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી હાલ ચાલી રહી છે.
ભાવનગરમાં એક્સલ કંપનીમાં બ્લાસ્ટ
છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ભાવનગર શહેરમાં આવેલી સુમીટોમો કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. કંપનીમાં અચાનક જ કોઈ યૂનિટમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ બ્લાસ્ટની ધટના સમયે કંપનીમાં 100થી વધુ કર્મચારી અને મજૂર લોકો કામ કરી રહ્યા હતા. જેથી ઘટના બાદ આસપાસનો લોકો દોડી આવ્યા હતા .
100થી વધુ કર્મચારી કામ કરી રહ્યા હતા
યૂનિટમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનામાં અનેક મજૂરોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. જે યુનિટમાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી કંપનીના કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટની ઘટના સમયે કંપનીમાં 100થી વધુ કર્મચારી અને મજૂર લોકો કામ કરી રહ્યા હતા. જેથી આ ઘટનામાં અનેક કર્મચારીઓને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં યુનિટમાંથી કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી
કંપનીમાં બ્લાસ્ટના સમાચાર મળતા જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તેમજ ફાયર વિભાગ દ્વારા કંપનીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી પણ તાત્કાલીક ધોરણે શરૂ કરવામાં આવી હતી. હજુ કંપનીમાં કેટલા લોકો ફસાયેલા છે. તે અંગે કોઈ જાણકારી મળી નથી.
આ પણ વાંચો : વેરો વસૂલવા આવેલા AMCની ટીમ પર પૂર્વ IASના પુત્રનો હુમલો