વેરો વસૂલવા આવેલા AMCની ટીમ પર પૂર્વ IASના પુત્રનો હુમલો


અમદાવાદ શહેરમાં આજથી સીલિંગની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ત્યારે ટેક્સ વસૂલાત માટે AMCની ટીમ રાજપથ ક્લબ પાછળ ટેક્સ વસુલાત કરવા પહોંચી હતી. આ દરમિયાન નિવૃત્ત IAS ઓફિસરના પુત્રએ AMCની ટીમ પર ચાકુથી હુલમો કર્યો હોવનું સામે આવ્યું છે. નિવૃત્ત IAS અધિકારીના પૂત્ર આશીષ ત્રિપાઠીએ AMCના સ્ટાફ પર હુમલો કર્યો હતો. જેનો વીડિયો પણ હાલ સામે આવ્યો છે.
AMCની ટીમ પર IAS અધિકારીના પૂત્રનો હુમલો
પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદના થલતેજ વિસ્તારમાં AMCના સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો છે. AMCનાં પૂર્વ કમિશનર અને નિવૃત IAS અધિકારીના પૂત્ર આશીષ ત્રિપાઠીએ AMCના સ્ટાફ પર ચાકુથી હુમલો કર્યો હતો. જાણકારી મુજબ AMCનો સ્ટાફ કોર્પોરેશનનો ટેક્સ વસૂલવા ગયો હતો આ દરમિયાન AMCની ટીમ પર IASના પુત્ર આશીષ ત્રિપાઠીએ અચાનક આવી ચાકુથી હુમલો કરી દીધો છે.
AMCની ટીમ પર છરી વડે હુમલો, નિવૃત્ત IPSનો પુત્ર ચાકુ લઈને ટીમ પર તુટી પડ્યો#AMC #ATTACK #IPSOfficer #Retiredofficer #knifeattack #crime #CrimeNews #crimealert #crimeupdates #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/ONbTtABl0y
— Hum Dekhenge News (@humdekhengenews) February 24, 2023
હુમલાની આ ઘટનાના
AMCનો સ્ટાફ પર હુમલાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોમાં હુમલો કરનાર વ્યક્તિ નિવૃત્ત IAS અધિકારીનો દીકરો છે. હાલ વીડિયો સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે તપાસ હાથ ઘરી
આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઉત્તર પશ્ચિમ ઝોન થલતેજમાં ટેક્સની વસૂલાત કરવા માટે ગઈ હતી. ત્યારે નિવૃત્ત IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠી અચાનક AMCની ટીમ પર ચાકુ લઈને તુટી પડ્યો હતો. આ ઘટના અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે હાલ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ હવે ટેક્સની વસૂલાત કરનાર કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ પોલીસ બંદોબસ્ત સાથે સિલિંગ કામગીરી કરવી પડશે.
આ પણ વાંચો : ગુજરાત બજેટ 2023-24 : શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19,685 કરોડની જોગવાઈ