ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

સાયલન્ટ કિલર છે આ પાંચ રોગઃ લક્ષણ દેખાય તો તુરંત કરાવો ઇલાજ

દુનિયામાં વિવિધ પ્રકારની બિમારીઓ સામે આવી રહી છે. તેમાં નવા નવા વાઇરસ અને સંક્રમણથી પણ નવી નવી બિમારીઓ ફેલાઇ રહી છે. કેટલીક બિમારીઓનો તો અત્યાર સુધી કોઇ ઇલાજ પણ મળી શક્યો નથી. કેટલાક રોગ જલ્દી ઠીક થઇ જાય છે તો કેટલાક સમય લે છે. ચિંતાની વાત એ છે કે કેટલાક રોગો અંગે તો જાણ પણ થઇ શકતી નથી કે તે ક્યારે તમારા શરીરમાં ઘુસીને તમને મૃત્યુ તરફ ધકેલી દે છે.

બિમારી ભલે ગમે તે હોય, પરંતુ નિષ્ણાતો માને છે કે ઉપચારથી રિકવરી સરળ અને યોગ્ય બની શકે છે. મોટાભાગની બિમારીઓના લક્ષણોની જાણ થઇ જાય છે, તો તેનો યોગ્ય ઇલાજ થઇ શકે છે. જોકે કેટલીક બિમારીઓ તો એવી પણ છે જેના અંગે મોડે સુધી જાણ થઇ શકતી નથી.

લક્ષણ કે સંકેત ન આપનારી બિમારીઓને સાયલન્ટ કિલર કહેવાય છે. દુર્ભાગ્યથી જ્યારે તેની જાણ થાય છે ત્યારે બહુ મોડુ થઇ ચુક્યુ હોય છે. જો તમને આવી બિમારીઓના સંકેત દેખાય તો તમારે તેને નજરઅંદાજ ન કરવા જોઇએ.

સાયલન્ટ કિલર છે આ પાંચ રોગઃ લક્ષણ દેખાય તો તુરંત કરાવો ઇલાજ hum dekhenge news

હાઇબ્લડ પ્રેશર

હાઇપરટેન્શન કે બીપી સૌથી મોટી સાયલન્ટ કિલર બિમારી છે. તે ત્યારે થાય છે જ્યારે રક્ત વાહિકાઓની દિવાલો વિરુદ્ધ લોહીનુ બળ સતત વધતુ રહે છે. જો તેનો ઇલાજ નહીં કરવામાં આવે તો તેના કારણે હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો રહે છે. જ્યાં સુધી પ્રેશર ખુબ હાઇ ન થાય ત્યાં સુધી આ રોગના લક્ષણો દેખાતા નથી.

સાયલન્ટ કિલર છે આ પાંચ રોગઃ લક્ષણ દેખાય તો તુરંત કરાવો ઇલાજ hum dekhenge news

કેન્સર

કેન્સર જીવલેણ બિમારી છે. બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, ઓવેરિયન કેન્સર અને લંગ કેન્સર અંગે ખુબ જ મોડા મોડા જાણ થાય છે. તમને જાણ થાય ત્યાં સુધી તે ગંભીર સ્ટેજમાં પહોંચી ચુક્યુ હોય છે. સ્ક્રીંનિંગના માધ્યમથી તેની જાણ થઇ શકે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસ ત્યારે થાય છે જ્યારે કોઇ વ્યક્તિના લોહીમાં વધુ માત્રામાં સુગરનું લેવલ થઇ જાય છે. જ્યારે વ્યક્તિનું પેનક્રિયાસ અસરકારક રીતે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતુ નથી અથવા તો શરીર ઇન્સ્યુલિનનો અસરકારક ઉપયોગ કરી શકતુ નથી. આ એક સાઇલન્ટ કિલર છે, જેના દર્દીઓને લાંબા સમય સુધી તેની જાણ થતી નથી. તેના લક્ષણો ત્યારે બહાર આવે છે જ્યારે તે બિમારી બની જાય છે.

 

સાયલન્ટ કિલર છે આ પાંચ રોગઃ લક્ષણ દેખાય તો તુરંત કરાવો ઇલાજ hum dekhenge news

હાઇ કોલેસ્ટ્રોલ

હાઇ કોલેસ્ટ્રોલ પણ સાઇલન્ટ કિલર કહેવાય છે, કેમકે તેના લક્ષણોની જાણ થઇ શકતી નથી. જ્યાં સુધી તેનું લેવલ વધુ ન થઇ જાય ત્યાં સુધી આ વસ્તુ અંગે ખબર પડતી નથી. હાઇ કોલેસ્ટ્રોલ ત્યારે થાય છે જ્યારે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે.

ફેટી લીવર

ફેટી લીવર બે પ્રકારના હોય છે. ફેટી લિવરની બિમારી ધીમે ધીમે વધે છે. જ્યાં સુધી તે ખરાબ સ્ટેજમાં ન પહોંચે ત્યાં સુધી તેના લક્ષણો જોવા મળતા નથી. તેથી તેને પણ સાઇલન્ટ કિલર કહેવાય છે.

આ પણ વાંચોઃ ધીમે ધીમે ટાલ પડી રહી છે? હેર ફોલ રોકવા માટે ટ્રાય કરો આ ઘરેલુ નુસખા

Back to top button