ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

ગુજરાત બજેટ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે કુલ ₹ 568 કરોડની જોગવાઇ

ગુજરાત સમૃદ્ધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવે છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું સંરક્ષણ અને સંવર્ધન કરવા તેમજ નવી પેઢીને સંસ્કૃતિ અને કલા પરત્વે જાગૃત કરવા સરકાર સતત પ્રયાસરત છે.

રમતગમત ક્ષેત્રે 320 કરોડની જોગવાઇ

ખેલમહાકુંભના માધ્યમથી છેલ્લા એક દાયકામાં ગુજરાતના યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહેલ છે. તેના ભાગરૂપે

• દરેક જિલ્લામાં સેચ્યુરેશન એપ્રોચથી એક જિલ્લા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તથા દરેક જિલ્લાના એક તાલુકામાં તાલુકા ક્ક્ષાનું સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું આયોજન
• પસંદ કરેલ એકલવ્ય મોડલ રેસિડેન્સિઅલ સ્કુલ (EMRS), ગર્લ લિટરસી રેસિડેન્સિઅલ સ્કુલ (GLRS) અને રક્ષા શક્તિ વિદ્યાલયમાં ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલ (DLSS) શરૂ કરવાનું આયોજન
• 500 નવી શાળાઓને In-School યોજનાનો લાભ આપવાનું આયોજન
• પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા વ્યુહાત્મક આયોજન અને વ્યવસ્થાપન
• રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટસ અને ટ્રેનિંગ કેમ્પ સાથે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં માળખાકિય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા માટેનું આયોજન છે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-humdekhengenews

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 55 કરોડની જોગવાઇ

• વડનગર ખાતે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય, એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાંઓનું સંગ્રહાલય, દ્વારિકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત દ્વારિકા સંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન આધારિત સંગ્રહાલય, પાટણ ખાતે સંગ્રહાલય બનાવવાની કામગીરીનું આયોજન
• સંગ્રહાલયના વિવિધ પ્રભાગોનું ઓનલાઇન નિદર્શન થઇ શકે તે હેતુસર ઓનલાઇન વર્ચ્યુઅલ ટુર બનાવી વેબસાઇટ પર મૂકવાનું આયોજન
• રાજ્ય રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરીનું તબક્કાવાર આયોજન છે.

ગ્રંથાલય અને અભિલેખાગારો માટે 96 કરોડની જોગવાઇ

• સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સરકારી ગ્રંથાલયોનો મહત્તમ ઉપયોગ કરે અને રાજ્યમાં વધુમાં વધુ લોકોને સરકારી ગ્રંથાલયોનો લાભ મળે તે માટેનું આયોજન
• ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રોત્સાહન આપવા માટેનું આયોજન છે.
• જૂના દસ્તાવેજોની યોગ્ય જાળવણી અને માવજત માટેનું આયોજન છે.

આ પણ વાંચો : બજેટ-2023 : મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹6064 કરોડની જોગવાઇ

Back to top button