ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ધીમે ધીમે ટાલ પડી રહી છે? હેર ફોલ રોકવા માટે ટ્રાય કરો આ ઘરેલુ નુસખા

તમે આસપાસમાં જ્યાં નજર ફેરવશો ત્યાં દરેક વ્યક્તિની એક સમસ્યા કોમન હશે અને એ છે હેર ફોલ. જોકે હવે કેટલાક લોકો તેને સ્વીકારી રહ્યા છે, કેમકે અનેક પ્રયાસો છતાં હેર ફોલ ઘટી રહ્યો નથી. મોંઘી મોંઘી દવાઓ, બ્રાન્ડેડ શેમ્પુ કે અન્ય કોઇ વસ્તુથી ફરક પડતો લાગતો નથી. કેટલાક લોકો હેરફોલની સમસ્યાને લઇને સતેજ હોય છે. કેટલાક લોકો માટે હેરફોલ સ્ટ્રેસનું કારણ પણ બની રહ્યુ છે. પહેલા 50 વર્ષની ઉંમર બાદ હેરફોલ કે ટાલ પડવાની સમસ્યા થતી હતી તે હવે વહેલી થવા લાગી છે. હવે આ સમસ્યા યુવાન વયે જ શરૂ થઇ જાય છે. જો તમે પણ હેરફોલથી પરેશાન હો તો કેટલાક ઘરેલુ ઉપાયો અજમાવી જોવો. તમને ચોક્કસ ફાયદો થશે.

ધીમે ધીમે ટાલ પડી રહી છે? હેર ફોલ રોકવા માટે ટ્રાય કરો આ ઘરેલુ નુસખા hum dekhenge news

મસાજ

સ્કેલ્પમાં મસાજ કરવાથી બ્લડનો ફ્લો વધે છે, જેના કારણે વાળનો ગ્રોથ વધે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે તમે કોઇ સારા હેરઓઇલની મદદથી વાળમાં હળવા હાથે મસાજ કરો.

નારિયેળ તેલ

નારિયેળ તેલ સ્કેલ્પના માઇક્રોબાયોટામાં સુધારો કરે છે. જેના કારણે વાળના રોમ છિદ્રો અને સ્કેલ્પને મજબૂતાઇ મળે છે. નારિયેળ તેલમાં મહત્ત્વપુર્ણ ફેટી એસિડ હોય છે. જે વાળના મુળમાં પ્રવેશીને હેરફોલને રોકે છે. અઠવાડિયામાં કમસે કમ બે વખત તમારા સ્કેલ્પ પર નારિયેળ તેલની મસાજ કરો અને નહાવાના કેટલાક કલાક પહેલા લગાવો અથવા રાતે પણ તમે તે લગાવી શકો છો. સવારે વાળ ધોઇ નાંખો.

ધીમે ધીમે ટાલ પડી રહી છે? હેર ફોલ રોકવા માટે ટ્રાય કરો આ ઘરેલુ નુસખા Hum Dekhenge News

આંબળા

આંબળામાં જરૂરી ફેટી એસિડ હોય છે. જે વાળના રોમછિદ્રોને મજબુત કરવાનું કામ કરે છે. તેમાં રહેલુ વિટામીન સી વાળને સમય કરતા પહેલા સફેદ થતા બચાવે છે.

કેસ્ટર ઓઇલ

કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલ વાળમાં કોઇ ચમત્કારથી ઓછુ નથી. તેમાં પ્રોટીન, વિટામીન ઇ અને અનેક પ્રકારના મિનરલ્સ હોય છે. તે દુનિયાનું સૌથી ઘટ્ટ તેલ છે. તેને ડિરેક્ટ વાળમાં ન લગાવી શકાય. દિવેલને હંમેશા ઓલિવ ઓઇલ કે કોકોનટ ઓઇલ સાથે મિક્સ કરીને જ લગાવવુ જોઇએ.

ધીમે ધીમે ટાલ પડી રહી છે? હેર ફોલ રોકવા માટે ટ્રાય કરો આ ઘરેલુ નુસખા hum dekhenge news

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેશનને વધારે છે. તે વાળનો ગ્રોથ વધારે છે. વાળ ધોતા પહેલા 15 મિનિટ પહેલા વાળમાં ડુંગળીનો રસ લગાવવો જોઇએ.

લીંબુ

લીંબુ પણ વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી વાળ પણ ઝડપથી વધે છે. લીંબુ ડિરેક્ટ વાળમાં ન લગાવી શકાય. તેને કોઇ તેલમાં મિક્સ કરીને વાળમાં લગાવવો જોઇએ.

ધીમે ધીમે ટાલ પડી રહી છે? હેર ફોલ રોકવા માટે ટ્રાય કરો આ ઘરેલુ નુસખા hum dekhenge news

ઇંડાનો માસ્ક

ઇંડાનો માસ્ક તમારા વાળ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ઇંડામાં 70 ટકા કેરાટિન પ્રોટીન હોય છે, જે ડેમેજ અને ડ્રાય વાળને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. બે ઇંડામાં બે ચમચી દહીં મેળવીને મિક્સ કરો અને વાળને ધોવાની 30 મિનિટ પહેલા આ માસ્ક વાળ પર એપ્લાય કરો.

આ પણ વાંચોઃ બદ્રીનાથ અને કેદારનાથની યાત્રા માટે બે દિવસમાં 60,000થી વધુ શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન

Back to top button