ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઇએ આજે 15મી વિધાનસભાનું પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું ત્યારે આ બજેટ પર કોંગ્રેસ વિપક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું કે ચુંટણી પુરી થયા બાદ સરકાર જનતાને ભુલી ગઈ છે.
આ પણ વાંચો : 3 લાખ 1 હજાર કરોડના બજેટમાં યુવાઓ માટે સરકારે આ જાહેરાત કરી !પૂર્ણ બહુમતીથી ચૂટાયેલી ભાજપ સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેના પર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે રાજ્યમાં 156 સીટો ધરાવતી સરકાર બની છે ત્યારે અમૃતકાળના બજેટમાં લોકોના ભાગે અમૃત આવ્યુ નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂતોને જે આશા હતી કે તેમની આવક બમણી થશે તે પણ આ બજેટમાં તેનાથી વિપરીત ખેડૂત પાયમાલ થઈ જશે. આ ઉપરાંત ખેડૂતોના આર્થિક દેવા માફ કરવાની પણ કોઈ જોગવાઈ નથી. ગુજરાતના યુવાનોને નવી ભરતી અને રોજગારની અપેક્ષા હતી પણ સરકાર દ્વારા કોઈ આયોજન કે રોજગાર માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી ન હતી તેમ ચાવડાએ જણાવ્યુ હતું. રાજ્યમાં વધી રહેલી મોંધવારી મુદ્દે અમિત ચાવડાએ કહ્યુ હતું કે રાજ્યના બજેટમાં મોંધવારી ઘટાડવા માટે પણ કોઈપણ જોગવાઈ કરવામાં આવી નથી એટલે મધ્યમ વર્ગને આ બજેટથી નિરાશા અનુભવશે.
આ પણ વાંચો : વરલી આર્ટ અને મોઢેરાના સૂર્યમંદિરના પ્રતિક જડિત બજેટ પોથીનું શું છે મહત્વ ?
વધુ વાત કરતાં અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાત રાજ્ય દેવામાં છે પણ એની કોઇ વાત નથી કરતુ અને મોટા મોટા આંકડાની માયાજાળ રચાવામાં આવે છે. ગુજરાત સરકારે રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ કર્મચારીઓને જે વચનો આપ્યા હતા તે પણ આ બજેટમાં પૂરા કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ગુજરાતના આશા વર્કર બહેન, આંગણવાડી બહેનો તેમજ ફિક્સ પગારદારોની જે માંગણીઓ હતી તે સરકારે પુરી કરી નથી. ચૂંટણીમાં જે સ્વપ્નો બતાવાયા હતા તે ઠાલા નીવડ્યા છે.