આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વર્ષ 2023-24 માટે બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 57,053 કરોડ રુપિયાનો વધારો બજેટમાં કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ માટે કુલ રુ.43,651 કરોડની જોગવાઇ કરી છે. પી.એમ. યશસ્વી પ્રિ.મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત અંદાજે 10 લાખ વિકસતી જાતિના વિધાર્થીઓને રુ. 4 હજાર થી રુ. 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે રુ. 562કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તેમજ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ધોરણ1 થી 10 માં અભ્યાસ કરતા અંદાજે 40લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રુ. 376 કરોડની જોગવાઇ કરવામા આવી છે.
અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતી અને આર્થિક રીતે પછાત વર્ગના પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 37 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રુ. 334 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ 10 હજાર વિધાર્થીઓને નિભાવ ભથ્થાં પેટે રુ. 324 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના અંદાજે 600 વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન આપવા માટે રુ.84 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં વિધાર્થીઓને ભોજન બિલ પેટે સહાય માટે રુ.21 કરોડની જોગવાઇ.
ધોરણ 9 માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 2 લાખ વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે સાઇકલ આપવા સરસ્વતી સાધના યોજના અંતર્ગત રુ.75 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના મેડિકલ અને એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને સાધન ખરીદવા સહાય આપવા રુ. 2 કરોડની જોગવાઇ.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શિક્ષણના દરેક સ્તરે શિષ્યવૃત્તિ આપવા માટે 1 કરોડની જોગવાઇ.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના પી.એચ.ડી. જેવા ઉચ્ચ અભ્યાસ કરનારાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સહાય આપવા રુ.1 કરોડની જોગવાઇ