ગુજરાતટોપ ન્યૂઝ

વિધાનસભામાં પાસ થયું પેપરલીક સામેનું બિલ, 1 કરોડનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ

Text To Speech

ગુજરાત વિધાનસભા બજેટસત્રનો આજથી પ્રારંભ થયો છે. સરકારે પ્રથમ દિવસે જ પેપરલીક વિરૂદ્ધ બિલ રજૂ કરવામાં આવ્યું હતું જે દિવસભરની ચર્ચાના અંતે પસાર થયું છે. ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું બિલ પાસ થયા બાદ હવે કાયદો બનવા માટે આગામી દિવસોમાં રાજ્યપાલ સુધી પહોંચશે અને તેમના હસ્તાક્ષર બાદ આ કાયદો બનશે.

harshsanghvi- hum dekhenge news
harsh sanghvi

1 કરોડનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ

આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ ગૃહમાં મૂકાયું હતું. બિલને રજૂ કરતી વખતે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બિલ માટે વધુ બોલવા કરતા વધુ સાંભળવા આવ્યો છું, વિપક્ષ કે સત્તા પક્ષનું સૂચન આવશે તો ખુલ્લા મને વિચારી આગળ વધીશું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે સરકારે આ બિલમાં કડક પગલાંની જોગવાઈ કરી છે. વિધેયકમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે.

વિધાનસભા સત્ર - Humdekhengenews

રાજ્યપાલના સંબોધનથી સત્રનો થયો પ્રારંભ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થઈ હતી. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી કોહલી, ગુજરાતના પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ, દાઉદભાઈ પટેલ, મહિપતસિંહ જાડેજા તથા હરેશકુમાર ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Back to top button