ગુજરાતટોપ ન્યૂઝ

ટેક્સ ના ભરનાર સામે AMCએ કાર્યવાહી કરી, 25થી વધુ મિલકતના પાણી, ડ્રેનેજના કનેક્શન કાપ્યા

Text To Speech

અમદાવાદ ટેક્સ ન ભરનાર સામે AMCએ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં 25થી વધુ મિલકતના પાણી ડ્રેનેજના કનેક્શન કપાયા છે. તથા અત્યાર સુધીમાં AMCએ 971 મિલકત સીલ કરી છે. તેમજ 971 મિલકત સીલ કરી 7.52 કરોડની વસુલાત કરવામાં આવી છે. તથા મધ્યઝોનમાં 175, ઉત્તરઝોનમાં 152 મિલકત સીલ તથા દક્ષિણ ઝોનમાં 179, પૂર્વઝોનમાં 203 મિલકત સીલ કરાઇ છે.

આ પણ વાંચો: વડોદરા: નાના બાળકોના માતા-પિતા માટે ચોંકાવનારો કિસ્સો

AMCએ સીલ કરવાની સાથે પાણી કનેક્શન પણ કાપ્યા

પશ્ચિમ ઝોનમાં 142, ઉતર પશ્ચિમ ઝોનમાં 86 મિલકત સીલ કરાઇ છે. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34 મિલકત સીલ કરાઈ છે. અમદાવાદમાં ટેક્સ ન ભર્યો તો હોય તેની પ્રોપર્ટી સીલ કરવામાં આવી રહી છે. જેમાં AMCએ સીલ કરવાની સાથે પાણી કનેક્શન પણ કાપ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: ગેરકાયદેસર વીજ જોડાણ પકડવા ટોરેન્ટ પાવરે સંવેદનશીલ વિસ્તારમાં દરોડા પાડ્યા

ડિફોલ્ટર માટે 100 ટકા વ્યાજ માફી સ્કીમ લોન્ચ કરવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિફોલ્ટર માટે 100 ટકા વ્યાજ માફી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. તેમ છતાં અનેક એકમો દ્વારા મિલતક વેરો ભરતા નથી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસના આદેશ બાદ મિલકત વેરો ન ભરનારા કરદાતાઓના એકમ સીલ કરવા અને તેમના ડ્રેનેજ અને પાણી કનેક્શન કાપી નાખવા આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: હેલ્થ વર્કરો ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરશે

કોમ્પલેકસમાં બોર હોવાથી મ્યુનિ.નું પાણીનું કનેકશન નહોતુ

મીઠાખળી વિસ્તારમાં આવેલા ગુરુકૃપા ભોજનાલય ખાતે ટેક્સ વિભાગની ટીમ પાણી અને ડ્રેનેજના જોડાણ કાપવા પહોંચી હતી પરંતુ ભોજનાલય પાસે મ્યુનિ.નું પાણી કે ડ્રેનેજનુ કનેકશન ન હોવાથી કાર્યવાહી શકય બની ન હતી. જ્યારે નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક કોમ્પલેક્સમાં પાણીનું કનેકશન કાપવા ટેક્સ વિભાગની ટીમ પહોંચી હતી. પરંતુ આ કોમ્પલેકસમાં બોર હોવાથી મ્યુનિ.નું પાણીનું કનેકશન નહોતુ જેથી આ સ્થળે પણ ટીમ કનેકશન કાપી શકી નહોતી.

Back to top button