ગેરકાયદેસર વીજ જોડાણ પકડવા માટે ટોરેન્ટ પાવર દ્વારા અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા દરિયાપુર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અને વીજ ચોરીની બાતમીને આધારે 350 એકમ પર દરોડા કરી 99 જેટલા ગેરકાયદે વીજ જોડાણ પકડવામાં આવ્યા છે. જેમાં આ સમગ્ર કાર્યવાહી માટે 450થી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ: હેલ્થ વર્કરો ખાતાકીય પરીક્ષાનો બહિષ્કાર કરશે
મોટા બંદોબસ્ત સાથે રેડનો એક્શન પ્લાન બનાવ્યો
ટોરેન્ટ પાવરની ટીમ સાથે 1 DCP, 4 ACP, 10 PI અને 450 પોલીસ જવાન સાથે રેડ કરાઈ છે. અગાઉ રેડ દરમિયાન વીજ ચોરી કરનારાઓ સાથે ઘર્ષણ થયુ હતું. જેને જોતા આ વખતે પોલીસના મોટા બંદોબસ્ત સાથે રેડનો એક્શન પ્લાન બનાવ્યો હતો. તેમાં 450 પોલીસનો બંદોબસ્ત હતો. જેમાં અંદાજિત 200 જેટલા બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જાણો, મોરબી બ્રીજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ જેલમાં કેવી સુવિધા મેળવે છે
ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ ચોરીની બાતમી મળી
ડ્રોનથી વોચ રાખવામાં આવી હતી. સંખ્યાબંધ ગેરકાયદેસર વીજ જોડાણ અને વીજ ચોરીની બાતમી આધારે કામગીરી કરવામાં આવી હતી. પોલીસના મોટા કાફલા સાથે ટોરેન્ટ પાવરની ટીમ ત્રાટકી છે.