ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: મેનુ મુજબ ભોજન ના અપાતા છાત્રોની રજૂઆત

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાની થરાદ ખાતે આવેલ અનુસૂચિત જાતિના છાત્રાલયમાં અભ્યાસ કરતી છાત્રાઓ એ ગુરુવારે થરાદ નાયબ કલેકટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં તેમને હોસ્ટેલમાં પીરસાતા ભોજનમાં પડતી મુશ્કેલીઓ અને મેનુ પ્રમાણે રસોઈ બનાવવામાં ન આવતી હોવાનું જણાવ્યું છે.

અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલય થરાદ ની છાત્રાઓને પડી રહી છે હાલાકી

રજૂઆત-humdekhengenews

આ છાત્રાઓએ કરેલી રજૂઆતમાં એવો આક્ષેપ કર્યો છે કે, જો જમવા બાબતે કોઈપણ અવાજ ઉઠાવે તો છાત્રાલયના વોર્ડન ક્રિષ્નાબેન પંડ્યા, રમીલાબેન ચૌધરી અને ચોકીદાર અમરીબેન ઠાકોર દ્વારા માનસિક રીતે હેરાન – પરેશાન કરવામાં આવે છે. આ અંગે નાયબ નિયામકની કચેરી ખાતે પણ આ પ્રશ્નોને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પણ કોઈ જ પગલા લેવામાં આવ્યા ન હતા. અને હોસ્ટેલમાંથી એડમિશન રદ કરવાની ધમકીઓ અપાય છે.

છાત્રાઓએ રસોઈ અંગે કરેલી રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, આ હોસ્ટેલ આઉટસોર્સિંગ કર્મચારીઓને હવાલે કરી દેવામાં આવી છે. રસોઈની કોઈ જ ગુણવત્તા જળવાતી નથી. વાલીઓને પણ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવતો નથી, તેમ જણાવીને જો 15 દિવસમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો છાત્રાઓ હોસ્ટેલ છોડી વાલીઓ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી.

છાત્રાઓએ કઈ માગણીઓ કરી

રજૂઆત-humdekhengenews

રજૂઆત-humdekhengenews

1. આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ચોકીદાર અને સેવકને તાત્કાલિક છૂટા કરી કાયમી સરકારી સ્ટાફ મૂકવો
2. રસોઈની એજન્સીનો કોન્ટ્રાક્ટર રદ કરી સ્થાનિક વેપારી સંસ્થાને સોંપો
3. વાલી સમિતિની રચના કરી દર મહિને વાલી મીટીંગનું આયોજન કરો
4. હોસ્ટેલમાં નવી આધુનિક લાઇબ્રેરી ફર્નિચર સાથેની બનાવવી
5. હોસ્ટેલના પ્રશ્નો અને રજૂઆતના નિરાકરણ માટે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની કમિટી બનાવી તેની બેઠકનું આયોજન કરાવવું.

Back to top button