વિશેષ

‘ઓપરેશન બ્લુસ્ટાર’ની વરસીઃ 1984માં આજના દિવસે સુવર્ણ મંદિરમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો, જાણો સમગ્ર ઘટના

Text To Speech

નેશનલ ડેસ્કઃ ઈતિહાસમાં દરેક દિવસ કોઈને કોઈ મહત્વની ઘટના સાથે સંકળાયેલો છે. 6 જૂન પણ એક એવી તારીખ છે, જેના પર દેશ અને દુનિયા પર ઘણી મોટી ઘટનાઓએ પોતાની છાપ છોડી છે. ઈતિહાસમાં 6 જૂનનો દિવસ શીખોને ઊંડો ઘા આપીને ગયો. આ દિવસે 1984માં સેનાનું ઓપરેશન ‘બ્લુસ્ટાર’ સુવર્ણ મંદિરમાં સમાપ્ત થયું હતું.

1980ના દાયકામાં ઉગ્ર બનેલી ખાલિસ્તાન ચળવળમાં ભીંડરાવાલે મોખરે હતા. ઉગ્રવાદી નેતાઓ ઇચ્છતા હતા કે, ભારત સરકાર આનંદપુર ઠરાવ પસાર કરે અને શીખો માટે અલગ ખાલિસ્તાન રાજ્ય બનાવે. ભિંડરાવાલેએ લોકોનું સમર્થન મેળવ્યું અને પંજાબ આતંકવાદથી બરબાદ થઈ ગયું. 1984માં ભિંડરાવાલે અને કેટલાક સશસ્ત્ર આતંકવાદીઓ સુવર્ણ મંદિર અથવા હરમંદિર સાહિબ પરિસરમાં પ્રવેશ્યા અને તેની અંદર પોતાનો અડ્ડો બનાવ્યો.

રક્તપાત વચ્ચે અકાલ તખ્તને ભારે નુકસાન થયું હતું
જરનૈલ સિંહ ભિંડરાનવાલે અને ખાલિસ્તાન તરફી ઉગ્રવાદીઓએ અકાલ તખ્ત હરમંદિર સાહિબ તરફ આગળ વધી રહેલી સેનાનો સખત વિરોધ કર્યો અને આ દરમિયાન બંને તરફથી ભીષણ ગોળીબાર થયો. ભારે રક્તપાત વચ્ચે અકાલ તખ્તને ભારે નુકસાન થયું હતું અને ઘણી સદીઓમાં પ્રથમ વખત હરમંદિર સાહિબમાં ગુરુ ગ્રંથ સાહિબનું પઠન થઈ શક્યું ન હતું. તેટલું જ નહીં, આગામી 6, 7 અને 8 જૂન સુધી પાઠ ચાલુ થઈ શક્યા નહોતા.

ઓપરેશનમાં અંદાજે 250 આતંકવાદીઓ માર્યા ગયા
આ ઓપરેશન સફળ રહ્યું કારણ કે, ભારતીય સેનાએ શીખોના પવિત્ર મંદિરની અંદર છુપાયેલા તેના ઘણા સમર્થકો સાથે ભિંડરાવાલેને ખતમ કરી નાંખ્યો હતો. કેટલાક આતંકવાદીઓએ આત્મસમર્પણ પણ કર્યું હતું. ઓપરેશનમાં લગભગ 250 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ભારતીય સેનામાં પણ જાનહાનિ થઈ હતી, જ્યાં ઘણા સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા અથવા ઘાયલ થયા હતા.

ઈન્દિરા ગાંધીએ પોતાનો જીવ ગુમાવીને કિંમત ચૂકવી હતી
હકીકતમાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દેશના સૌથી સુખી રાજ્ય પંજાબને આતંકવાદના સંકટમાંથી મુક્ત કરવા માગતા હતા. તેથી તેમણે આ કડક પગલું ભર્યું અને ખાલિસ્તાનના પ્રબળ સમર્થક જરનૈલ સિંહ ભિંડરાનવાલેને ખતમ કરવા સહિત શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થળ સુવર્ણ મંદિરને આતંકવાદીઓથી મુક્ત કરવા માટે આ અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ સમગ્ર શીખ સમુદાય આ ઘટનાને હરસાહિબ મંદિરનું અપમાન ગણતો હતો અને ઈન્દિરા ગાંધીએ તેમના શીખ અંગરક્ષકના હાથે પોતાનો જીવ ગુમાવીને આ પગલાની કિંમત ચૂકવવી પડી હતી.

Back to top button