ટ્રેન્ડિંગધર્મ

હોળાષ્ટકમાં ખાસ કરજો આ સરળ ઉપાયઃ તમામ કષ્ટ રહેશે દુર

હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઇ જતા હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ આઠ દિવસમાં કોઇ પણ માંગલિક કાર્યો જેમકે લગ્ન, સગાઇ, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે કરવામાં આવતા નથી. વહુ કે દિકરીઓને વિદાય અપાતી નથી. કોઇ પણ નવુ કામ શરૂ કરી શકાતુ નથી. હોળિકા દહન 7 માર્ચે છે. તે દિવસે સાંજે હોળાષ્ટક પુર્ણ થશે.

હોળાષ્ટકમાં ખાસ કરજો આ સરળ ઉપાયઃ તમામ કષ્ટ રહેશે દુર hum dekhenge news

કેમ શુભ કામ થતા નથી?

એવી માન્યતા છે કે હોળાષ્ટકના દિવસોમાં વાતાવરણમાં નકારાત્મકતા હોય છે. અષ્ટમી તિથિના દિવસે ચંદ્રમા, નવમીએ સુર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, બારસે ગુરૂ, તેરસે બુધ, ચૌદશે મંગળ અને પુનમે રાહુ ઉગ્ર અવસ્થામાં રહે છે. આ કારણે ગ્રહોની ઉર્જા ખુબ જ નકારાત્મક રહે છે. તેનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ પર પણ પડે છે. તેથી એવી માન્યતા છે કે આ દિવસોમાં કોઇ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થતુ નથી. હોળાષ્ટક દરમિયાન નકારાત્મક ઉર્જાના પ્રભાવથી બચવા માટે અને આરોગ્ય તેમજ ધનની પરેશાનીઓને દુર કરવા માટે કેટલાક સરળ ઉપાય સુચવવામાં આવ્યા છે.

હોળાષ્ટકમાં ખાસ કરજો આ સરળ ઉપાયઃ તમામ કષ્ટ રહેશે દુર hum dekhenge news

  • હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપ અથવા તેમના અન્ય સ્વરૂપની પૂજા કરવી જોઇએ. ફળ-ફુલ, ગુલાલ, ધુપ-દીપથી પુજા કરીને તેમના મંત્રોનો જાપ કરવાથી તમને સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દાંપત્ય જીવનમાં ખુશહાલી આવે છે.
  • આ દરમિયાન તમામ ગ્રહો ઉગ્ર અવસ્થામાં રહેતા હોવાથી ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ. તેનાથી નવગ્રહ શાંત થાય છે.
  • હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગમાંથી છુટકારો મળે છે અને સારુ આરોગ્ય પ્રાપ્ત થાય છે.
  • બીલીપત્ર પર ચંદનથી રામ લખો અને શિવલિંગ પર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા અર્પિત કરો. આમ કરવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
  • હોળાષ્ટક દરમિયાન નિયમિત વહેલા ઉઠી સ્નાન કરી ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારીની પૂજા કરો, તેનાથી જીવનમાં મોટી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
  • હોળાષ્ટકને વ્રત, પૂજન અને હવન માટે ઉત્તમ સમય મનાયો છે. આ દરમિયાન કરાતા દાનથી જીવનના કષ્ટોમાંથી મુક્તિ મળે છે.
  • હોળાષ્ટક દરમિયાન નિયમિત રુપે હનુમાન ચાલીશાના પાઠ કરો, તેનાથી શારીરિક અને માનસિક સમસ્યાઓ દુર થશે.
  • ખુબ મહેનત કર્યા બાદ પણ જો તમે આર્થિક પરેશાનીઓ સામે લડી રહ્યા હો તો હોળાષ્ટકના દિવસોમાં માતા લક્ષ્મીની પુજા કરો, શ્રીસુક્તમનો પાઠ કરો.
  • ઘરમાં આ દિવસોમાં કોઇ નકારાત્મક ઉર્જા ન પ્રવેશે તે માટે હોળાષ્ટકના પહેલા દિવસથી જ ઘરના મુખ્ય દરવાજા પર બંને બાજુ હળદર કે સિંદુરથી સ્વસ્તિક બનાવો.
  • રોજ સવારે સુર્ય દેવને અર્ઘ્ય આપો અને મહામૃત્યુંજયના જાપ કરો. આમ કરવાથી તમામ કષ્ટો દુર થશે.
  • કોઇ બ્રાહ્મણ કે જરૂરિયાતંદ લોકોને અનાજ, ધન કે વસ્ત્રોનું દાન કરો.

આ પણ વાંચોઃ હોળાષ્ટક 2023: જાણો ક્યારે થશે શરૂ, શું રાખવુ પડશે ધ્યાન?

Back to top button