ટોપ ન્યૂઝનેશનલ

SC તરફથી પવન ખેડાને મોટી રાહત, વચગાળાની જામીન અરજી કરી મંજૂર

Text To Speech

આસામ પોલીસ દ્વારા કોંગ્રેસના નેતા પવન ખેડાની ધરપકડના થોડા સમય બાદ સુપ્રીમ કોર્ટે તેમને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે પવન ખેડાની વચગાળાની જામીન અરજી મંજૂર કરી છે. આ સાથે કોર્ટે આસામ પોલીસ અને યુપી પોલીસને એફઆઈઆરને એકસાથે ક્લબ કરવાની અરજી પર નોટિસ પાઠવી છે.

સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે સુનાવણીની આગામી તારીખ સુધી અરજદારને દ્વારકા કોર્ટમાંથી વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે. કોર્ટે દ્વારકા કોર્ટને ખેડાને વચગાળાની રાહત આપવાનો આદેશ કર્યો છે.

તમને જણાવી દઈએ કે, પવન ખેડાની ધરપકડ બાદ વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તાત્કાલિક સુનાવણીની અપીલ કરી હતી. વરિષ્ઠ વકીલ સિંઘવીએ ખેડા માટે વચગાળાની રાહત અને એફઆઈઆરના એકત્રીકરણની માંગ કરી હતી કારણ કે દેશભરમાં ઘણા કેસ નોંધાયા છે. સિંઘવીએ કહ્યું, ખેડાએ આ મામલે માફી માંગી છે અને કહ્યું છે કે ભૂલ થઈ, જીભ લપસી ગઈ. પવન ખેડાની ધરપકડ કરવાની કોઈ જરૂર નથી, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : મહિલા T20 WC: સેમિફાઇનલ મેચ પહેલા ભારતને મોટો ફટકો, પૂજા વસ્ત્રાકર આઉટ, હરમનપ્રીત પણ બિમાર

Back to top button