સ્પોર્ટસ

ભારત સામેની વનડે સીરીઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત

Text To Speech

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 માર્ચથી શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ગ્લેન મેક્સવેલ અને મિશેલ માર્શ જેવા સ્ટાર ખેલાડીઓની વાપસી થઈ છે. ઓસ્ટ્રેલિયાની આ ODI ટીમની કમાન પણ પેટ કમિન્સને આપવામાં આવી છે.

ગ્લેન મેક્સવેલ તાજેતરમાં તેના પગની ઇજામાંથી અને મિશેલ માર્શ તેના પગની ઇજામાંથી બહાર આવ્યા છે. ગયા અઠવાડિયે આ બંને ખેલાડીઓ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં રમતા જોવા મળ્યા હતા. આ બંને દિગ્ગજ ખેલાડીઓની વાપસી ઓસ્ટ્રેલિયાની ટીમને મજબૂત બનાવશે.

ઓસ્ટ્રેલિયાની ODI ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓ હાલમાં ભારતના પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીનો ભાગ છે. ઓસ્ટ્રેલિયાની 16 સભ્યોની ODI ટીમના 9 ખેલાડીઓ હાલમાં ભારતમાં છે. ઈજાના કારણે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયેલા ડેવિડ વોર્નરને પણ ઓસ્ટ્રેલિયાની વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ, સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝે રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર , આદમ ઝમ્પા.

ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી , મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.

આ વનડે સિરીઝનું શેડ્યૂલ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરીઝની પ્રથમ મેચ 17 માર્ચે મુંબઈમાં રમાશે. બીજી વનડે 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં અને ત્રીજી મેચ 22 માર્ચે ચેન્નાઈમાં રમાશે. ત્રણેય મેચો ડે-નાઈટ એટલે કે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

Back to top button