સુરતમાં બે વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર દરમિયાન બાળકીનું મોત
સુરત શહેરમાં રખડતા શ્વાનના આતંકનો ભોગ બનેલ બાળકીનું આજે મોત નિપજ્યું છે. સુરત શહેરમાં ત્રણ દિવસ પહેલા બે વર્ષની મજુરની બાળકી પર ત્રણ શ્વાનોએ હુમલો કર્યો હતો.જેમાં શ્વોનોએ બાળકીને 40 જેટલા બચકા ભર્યા હતા. જેથી બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ બાળકીને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારે આજે ત્રણ દિવસ પછી આ બાળકીનું સાસરવાર દરમિયાન મોત નિપજ્યું છે.
રખડતા શ્વાનનો ભોગ બનેલ બાળકીનું સારવાર દરમિયાન મોત
ત્રણ દિવસ પહેલા સુરતના ખજોદ વિસ્તારમાં રહેતા એક મજુર પરિવારની બે વર્ષની બાળકી પર ત્રણ જેટલાં શ્વાનોએ એકસાથે હુમલો કર્યો હતો. જેમાં શ્વાનોએ આ બાળકીને 40 જેટલા બચકા ભરી લેતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને લોકો દ્વારા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યા ત્રણ દિવસથી તેની સારવાર ચાલુ હતી ત્યારે આજે બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બે વર્ષની બાળકીના મોતને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
15 દિવસમાં શ્વાન કરડવાના 477 કેસ
સુરતમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શ્વાનો નાના બાળકોને પણ નિશાને લઈ રહ્યા છે. આજે શ્વાન કરડવાથી વધુ એક બાળકીનું મોત નિપજ્યું છે. ત્યારે સુરતીઓના માથે શ્વાનનો ખતરો વધી રહ્યો છે. સુરતમાં શ્વાન કરડવાના છેલ્લા 15 દિવસમાં જ 477 કેસ નોંધાયા છે. જેમાં ખાસ નાની બાળકીઓ પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સુરત: મુસાફરોને મળી મોટી રાહત, આજથી ખાનગી લક્ઝરી બસો શહેરમાં પ્રવેશી