સુરત: મુસાફરોને મળી મોટી રાહત, આજથી ખાનગી લક્ઝરી બસો શહેરમાં પ્રવેશી
સુરતમાં ખાનગી બસ પ્રવેશવાના મામલે કુમાર કાનાણીએ લખેલા પત્ર બાદ મામલો ગરમાયો હતો અને ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ખાનગી બસ એસોસિએશને સુરતમાં લક્ઝરી બસોનો પ્રવેશ બંધ કર્યો હતો જેના કારણે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે સુરતના મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે. આખરે આ સમસ્યાનું સમાધાન થયું છે. અને સુરત શહેરમાં ફરી એક વાર બસોનો પ્રવેશ શરુ કરવામાં આવ્યો છે. જેથી મુસાફરોને હાલાકીમાંથી મોટી રાહત મળી છે.
લક્ઝરી બસના પ્રવેશબંધીના વિવાદનો અંત આવ્યો
સુરત લક્ઝરી બસ ઓપરેટર ચેરીટેબલ એસોસિએશનના શહેરમાં ખાનગી બસ પ્રવેશ બંધ કરતા મુસાફરોને બે દિવસ મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે મુસાફરોની હાલાકીને જોતા સુરતમાં ફરી એક વાર ખાનગ બસોનો પ્રવેશ શરુ કરાવવામાં આવ્યો છે. સુરતમાં લક્ઝરી બસના પ્રવેશબંધીના વિવાદનો અંત આવતા આજથી નિયમ મુજબ શહેરમાં લક્ઝરી બસ આવશે.
જાહેરનામા મુજબ ખાનગી બસ શહેરમાં પ્રવેશ કરશે
સ્થાનિક અગ્રણીઓ અને પોલીસ વિભાગ અઘિકારીઓ સાથે થયેલી ચર્ચા બાદ પોલીસ જાહેરનામા મુજબ ખાનગી બસ શહેરમાં પ્રવેશ કરશે. અને હવે બસ ચાલકો શહેરમાં નક્કી કરેલા પોઇન્ટ ખાતે મુસાફરોને ડ્રોપ અને પીકઆપ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત સુરત શહેરમાં આજે સવારથી જ લકઝરી બસો પ્રવેશ કરી હતી. પોલીસના જાહેરનામાં પ્રમાણે રાત્રે 10થી સવારના 7 સુધી બસો શહેરમાં પ્રવેશ કરી શકશે તેમજ લકઝરી એસો. પોતાની માગો પોલીસ સમક્ષ લેખીતમાં રજૂ કરશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, આવતીકાલે રજૂ કરાશે અંદાજપત્ર