ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

વિધાનસભા સત્ર Live : ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક બિલ આજે ગૃહમાં થયું રજૂ, જાણો શું કહ્યું હર્ષ સંધવીએ

ગુજરાતમાં અત્યાર સુધી પેપર લીક થવાની અનેક ઘટનાઓ બાદ આ વર્ષે ગુજરાત સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક 2023 ગૃહમાં રજૂ કરવા જઈ રહી છે. ત્યારે સૌ કોઇની નજર તેના પર છે. ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પેપર લીક મામલે કડક કાયદા હોવા છતાં પણ પેપર લીક થવામાં કોઈ પાછી પાણી થઈ નથી, ત્યારે ગુજરાતમાં આ વિધેયક લાગુ થયા બાદ પેપર લીક થવાના બંધ થશે કે કેમ તેના પર સૌ કોઇની નજર છે.

Live Update :

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના પેપરલીક મામલે કેટલાક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી તે આરોપીઓ અગાઉના પેપર લીક મામલે પણ જેલની હવા ખાઈ ચૂક્યા હતા છતાં પણ જુનિયર ક્લાર્કના પેપરમાં તેઓ ફરી સક્રિય બન્યા એટલે હવે આ વિધેયક ગુજરાતના લાખો ઉમેદવારો માટે કેટલું ફળદાયી નીવડશે તે આવનાર સમયમાં જોવું રહ્યું.

3.35 pm :

આ બિલમાં આટલા નિયમોની જોગવાઈ કરવામાં આવી છે

  • પરીક્ષા માટે નિમાયેલી કોઈ વ્યક્તિને પરીક્ષા કેન્દ્રમાં જતા અટકાવવા કે ધમકાવવા બદલ પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે.
  • પ્રવેશ ન કરવા દેનાર કે ધમકાવનાર વ્યક્તિ સામે ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીનો આર્થિક દંડ
  • પરીક્ષાર્થી અને પરીક્ષાની જવાબદારી સોંપવામાં આવેલ વ્યક્તિ જો પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરે છે તો તેને ₹10,00,000 દંડ અને વધુમાં વધુ દસ વર્ષ સુધી કેદની સજાની જોગવાઈ
  • આયોજન પૂર્વક પરીક્ષામાં ગેરરીતી આચાર્ય એટલે કે પેપર ફોડવા જેવી બાબત અંગે ઓછામાં ઓછી સાત વર્ષની કેદની સજા અને વધુમાં વધુ દસ વર્ષની કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે
  • કોઈ પરીક્ષાથી ગેરરીથી પકડાઈ અને ગુનો સાબિત થાય તો તેને બે વર્ષ માટે કોઈ જાહેર પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે

3.06 pm : પેપર લીક કરનાર વ્યક્તિ હરિયાણાનું પેપર લેવા ગયા હતા અને મળી ગયું ગુજરાતનું પેપર, પેપર ફોડનારને ગુજરાતમાં કોઈ મળ્યું નહિ એટલે એને બીજા કોચિંગ ક્લાસમાં પેપર આપ્યું અને તેનું ટ્રાન્સલેશન કરી વડોદરા મોકલવાનું નક્કી કરવામાં આવ્યું, કોઈ આવ્યું નહિ એટલે લાગ્યું કે અફવા છે ત્યા મારા ફોન પર મિસકોલ આવવા લાગ્યા એટલે લાગ્યું કે પેપર લીક થયું છે. પેપર લેવા બેસેલા વિદ્યાર્થીઓને અમે જીપીએસવાળા બેલ્ટ પહેરાવીને બેસાડ્યા હતા. પેપર અવ્યવતાની સાથે તેને મેચ કરતાં પેપર ફૂટ્યું હોવાનું સામે આવું હતું અને અડધી રાત્રે મુખ્યમંત્રીને કહ્યું ત્યારે તેમણે પરીક્ષા રદ કરવા સૂચન કર્યું હતું.

વિધાનસભા સત્ર - Humdekhengenews

3.00 pm :  વધુમાં સંઘવીએ ઉમેર્યું હતું કે, રાત દિવસ મહેનત કરી પોલીસ આરોપીઓ પકડી પડ્યા હતા અને તેમની સામે ગુનો નોંધી ચાર્જશીટ કરવામાં આવી છે. હાલ ભલે કાયદો નથી પણ તેમણે કોઈપણ છટકબારી આપવામાં આવશે નહિ, કડક કાયદો બનાવી તેનું અમલીકરણ કરાવવાની અમારી જવાબદારી છે. પેપર ફૂટેલું એની કોઈ પરિક્ષાર્થીએ ફરિયાદ નહોતી કરી. ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ દૂષણખોરો હોય તો તેમના પર ધ્યાન રાખો. બરોડામાં ત્રણ દિવસ પહેલાથી જ કોચિંગ ક્લાસ પર એટીએસ અને પોલીસ વોચ ગહોઠવી હતી. ત્રણ દિવસ પહેલા પોલીસને બાતમી મળી હતી કે પેપર ક્યાંકથી આવાનું છે.

2.55 pm : હર્ષ સંઘવીએ વિધાનસભા બજેટ સત્રમાં જણાવ્યું હતું કે બોલવા કરતાં વધુ સાંભળવાની તૈયારી સાથે આવ્યો છું. સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે કડક કાયદો લાવવો આજના સામેની માંગ છે. સમયે સમયે પરીક્ષામાં ફેરફાર લાવવો જરૂરી બન્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને ન્યાય મળે અને અતિષિયોક્તિ ન થાય તે જોયું છે. સાથે તેમણે ઉમેર્યું હતું કે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના પેપરલીક અંગેના કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો છે.

વિધાનસભા સત્ર - Humdekhengenews

2.50 pm : પેપર ફૂટવાના અને ગેરરીટીના કારણે લાખો યુવાનો નિરાશ થાય છે અને સાથે તેમના માતાપિતા પણ નિરાશ થતાં હોય છે. એમનું સપનું હોય છે કે એમના સંતાનને સરકારી નોકરી મળે પણ કેટલાક લેભાગુ અને અસામાજિક તત્વો ગેરરીતિ કરે છે. આ પેપર નથી ફૂટતું આ માણસની નિતિ ફૂટે છે, શૉર્ટકાર્ટ અપનાવી અને નોકરી લેવા માટે આવું કરે છે.

2.45 pm : આ બાબતે કેટલાક નિષ્ણાતો જોડે વાતચિત કરતાં માલૂમ પડેલ કે અત્યાર સુધી ગુજરાતમાં 18 જેટલા પેપર લીક થયા છે જેમાં કોઈ પણ આરોપી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં કે આરોપ સાબિત કરવામાં સરકારને સફળતા મળી ન હતી. ત્યારે આ વિધેયક આવ્યા બાદ કદાચ પેપર લીકના ભેજાબાજોને અટકાવવામાં સફળતા મળી શકે છે.

જો પેપરલીકની વાત કરીએ તો 2014માં જીપીએસસી ચીફ ઓફિસર, 2016માં તલાટી પરીક્ષાનું પેપર, 2018માં ટાટ, મુખ્ય સેવિકા, નાયબ ચિટનિસ, એલઆરડીની પરીક્ષાના પેપર, 2019 બિનસચિવાલય કારકુન, 2021 હેડ કલાર્ક, વિદ્યુત સહાયક પરીક્ષા, સબ ઓડિટરની પરીક્ષા, 2022 વનરક્ષક ભરતી પરીક્ષા અને 2023 જુનિયર કલાર્ક પરીક્ષાના પેપરો ફૂટ્યા હતા.

વિધાનસભા સત્ર - Humdekhengenews

વિધાનસભા ગૃહમાં ભલે કોંગ્રેસને વિપક્ષનું પદ ન આપ્યું હોય પણ વિપક્ષની સકારાત્મક ભૂમિકા જોવા મળી હતી. ઘણા લાંબા સમય બાદ વિપક્ષે રાજ્યપાલના સંબોધનમાં વિરોધ કર્યો ન હતો. ગૃહની ગરિમા જાળવવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિપક્ષનો આભાર માન્યો હતો.

ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ છે. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના, આશા , અપેક્ષા અને માણસો પણ ફૂટે છે. આ વિધેયક માત્ર કાયદો જ બનીને ન રહી જાય પરંતુ તેની અમલવારી કડક થાય તેવી માંગ ચાવડાએ કરી હતી. 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પેપર ફૂટ્યા છે. વધુમાં અમિત ચાવડા એ ઉમેર્યું હતું કે વિધેયક પાસ થઈ કાયદો બને તો તેની અમલવારી 2014થી થાય તેવું સૂચન કર્યું હતું.

Back to top button