ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ધાનેરામાં તબીબની પત્નીને ચપ્પુની અણીએ બટકું ભરી મંગલસૂત્ર લૂંટવાનો પ્રયાસ

Text To Speech

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન રાજ્ય ને અડીને આવેલા ધાનેરામાં એક તબીબના પત્નીને ધોળા દિવસે ચપ્પુની અણીએ ચોરીની ઘટનાને અંજામ આપવાની કોશિશ થઈ હતી. જેમાં અહીંના મહાવીર નગરમાં રહેતા એક તબીબીની પત્નીને બટકું ભરીને ગળામાં પહેરેલું મંગળસૂત્ર ખેંચવાની કોશિષ કરી હતી. જેમાં તસ્કરોએ તબીબની પત્નીને હાથના બાવડાના ભાગે બટકું ભર્યું હતું. જેથી તબીબની પત્નીએ બૂમ પાડતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. અને સ્થાનિક લોકોએ લૂંટનો પ્રયાસ કરનારા ચોર ઈસમને ઝડપી પાડ્યો હતો.

આ અંગે સ્થાનિક લોકો દ્વારા ધાનેરા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ચોર ઈસમને પકડી પોલીસ મથકે લઇ જવામાં આવ્યો જતો. જ્યારે રાજસ્થાન સરહદે ધાનેરા તાલુકો આવેલો હોવાથી અનેકવાર તસ્કરો ચોરી કે લૂંટ કરીને રફુચક્કર થઈ જાય છે. ધાનેરામાં ધોળે દિવસે બનેલી ઘટનાથી લોકોમાં ભય નો માહોલ ફેલાયો છે. ત્યારે આવા તત્વો સામે પોલીસે કડક હાથે કામ લેવાની જરૂર છે.

આ પણ વાંચો : જીલ્લા પંચાયતોને જમીન બીનખેતીની સત્તા પાછી નહીં મળે : મુખ્યમંત્રીએ માંગ ફગાવી

Back to top button