અમદાવાદ : હાટેશ્વર ઓવરબ્રિજ બંધ રહેતા લોકોએ બેસણું યોજી કર્યો વિરોધ, પોલીસે કરી કાર્યવાહી
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા મહારાજ છત્રપતિ શિવાજી ઓવરબ્રિજ (હાટકેશ્વર ઓવરબ્રિજ)ની રિપેરિંગની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે જેના કારણે ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી બંધ રહેતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. જેથી આ સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આ બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ પરવાગની લીધા વગર લોકોએ આ બેસણાનો કાર્યક્રમ રાખતા આ વિરોધ કરી રહેલા લોકો પર કાર્યવાહી કરી હતી.
સ્થાનિકોએ ઓવરબ્રિજનું બેસણું યોજીને અનોખો વિરોધ કર્યો
જાણકારી મુજબ હાટકેશ્વર ઓવરબ્રિજની રિપેરિંગની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતીએ થવાને કારણે ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી બંધ છે. આ બ્રિજ બંધ રહેવાના કારણે ભારે ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે કંટાળેલા સ્થાનિક લોકોએ આ ઓવરબ્રિજનું બેસણું યોજીને અનોખો વિરોધ કર્યો હતો.
પોલીસે વિરોધ કરી રહેલા લોકો પર કરી કાર્યવાહી
હાટકેશ્વર ઓવરબ્રિજને લઈને બ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે કાર્યવાહી કરી છે. પરવાનગી ન લીધી હોવાથી પોલીસે આ કાર્યક્રમ રાખનાર અને વિરોધ કરી રહેલા લોકો પર આ કાર્યવાહી કરી હતી. પોલીસે વિરોધ વધુ ઉગ્ર બને તે પહેલા જ બેસણામાં બેઠેલો લોકોને ત્યાંથી હટાવ્યા હતા. જો કે પોલીસની આ કાર્યવાહી સામે રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.
ઓવરબ્રિજની ધીમી ગતિની કામગીરીથી તંત્ર સામે રોષ
આ ઓવરબ્રિજ પરથી રોજના અનેક લોકો પસાર થાય છે. ત્યારે લોકોની અવર જવરને જોઈને બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થવી જોઈએ તેની જગ્યાએ તંત્ર ગોકળ ગતિએ કામગીરી કરી રહી છે. જેના કારણે અહીથી પસાર થતા અનેક વાહન ચાલકો અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોએ અને વેપારીઓએ કંટાળીને તંત્રનું ધ્યાન દોરવા આ ઓવરબ્રિજનો બેસણા કાર્યક્રમ રાખીને અનોખો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો : ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો, લુણાવાડા નજીક જાનને નડ્યો અકસ્માત