ટ્રેન્ડિંગમનોરંજન

આલિયા પોતાના ઘરમાં પણ નથી સુરક્ષિતઃ કેમ મુંબઇ પોલીસની મદદ લેવી પડી?

બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં દિકરી રાહા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. આ અભિનેત્રી ફિટનેસ પાછી મેળવવા પણ મહેનત કરી રહી છે. ક્યારેક તેને જીમમાં પણ સ્પોટ કરવામાં આવે છે. ક્યારેક તેની દિકરીના પણ પરાણે ફોટા લેવાની કોશિશ થાય છે. થોડા સમય પહેલા રણબીર કપૂરે પણ આ મુદ્દે ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જોકે હવે એક એવી તસવીર સામે આવી છે જેને લઇને આલિયા ખૂબ ગુસ્સે ભરાઇ છે. તેણે આ અંગે મુંબઇ પોલીસને ફરિયાદ પણ કરી છે.

આલિયા પોતાના ઘરમાં પણ નથી સુરક્ષિતઃ કેમ મુંબઇ પોલીસની મદદ લેવી પડી? hum dekhenge news

કોઇ પણ વ્યક્તિ પોતાના ઘરમાં સૌથી વધુ સુરક્ષા અનુભવતી હોય છે, પરંતુ જો કોઇ વ્યક્તિ તમારા ઘર પર ગુપ્ત રીતે નજર રાખે તો? કંઇક એવી જ ઘટના આલિયા સાથે બની છે. તે પોતાના ઘરના લિવિંગરૂમમાં બેઠી હતી, તે સમયે બે અજાણ્યા વ્યક્તિઓએ તેના ઘરની બાજુની બિલ્ડિંગમાંથી વીડિયો શૂટ કર્યો હતો. આલિયાને લાગ્યુ કે કદાચ તેનો કોઇ વીડિયો ઉતારી રહ્યુ છે. આલિયા આ વાતે ખુબ ગુસ્સે ભરાઇ છે. તેણે કહ્યુ કે શું કોઇ સેલિબ્રિટી પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. આ મારી પ્રાઇવસીનું હનન છે. કોઇ મારી પ્રાઇવેટ લાઇફમાં ઘુસવાની કોશિશ કરી રહ્યુ છે.

આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર ગુસ્સો ઠાલવ્યો

આલિયાએ તાત્કાલિક પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કેપ્શન સાથે પોતાના બે ફોટા શેર કર્યા છે. તેણે લખ્યુ છે કે શું તમે મારી મજાક કરી રહ્યા છો. બે વ્યક્તિઓ એક બિલ્ડિંગમાંથી મારા ફોટા પાડી રહ્યા છે તે મેં જોયું. કોઇ વ્યક્તિને આમ કરવાની પરવાનગી કેવી રીતે મળી શકે. એક લાઇન હોય જે કોઇ વ્યક્તિએ ન ઓળંગવી જોઇએ, પરંતુ તમે એ લાઇન ઓળંગી છે. મુંબઇ પોલીસ મદદ કરે. ઉલ્લેખનીય છે કે બાંદ્રા પોલીસે આ અંગે આલિયા ભટ્ટ સાથે વાતચીત કરી છે. બની શકે છે કે આલિયા આગળ જતા આ અંગે એક્શન લેવાનુ વિચારી શકે છે.

આલિયાના સમર્થનમાં આવ્યા સેલિબ્રીટિઝ

સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટની પોસ્ટ બાદ તેને તમામ ફિલ્મી હસ્તીઓ અને અલગ-અલગ ક્ષેત્રના લોકોનુ સમર્થન મળી રહ્યુ છે. અનુષ્કા શર્માએ આ ઘટનાની નિંદા કરીને કહ્યુ કે આ પહેલી વાર નથી થયુ જ્યારે આ લોકોએ આવી હરકત કરી છે. અગાઉ રણબીર અને આલિયાએ પાપારાઝીને ગોપનીયતા માટે અપીલ કરી હતી અને જ્યારે તે તેના બાળક સાથે હોય ત્યારે ફોટા ક્લિક ન કરવા જણાવ્યુ હતુ. આલિયા ભટ્ટે જે રીતે સોશિયલ મીડિયા પર તેની સ્ટોરી પર આ પોસ્ટ શેર કરી, તે પછી તેની બહેન શાહીન ભટ્ટ , અર્જુન કપૂર, મિની માથૂર તેના સમર્થનમાં આવ્યા. અર્જુને લખ્યુ, આ ખૂબ જ શરમજનક છે, આ કોઈ પણ સીમાનુ ઉલ્લંઘન છે, જો કોઈ મહિલા પોતાના ઘરમાં સુરક્ષિત અનુભવી રહી નથી. તેનાથી કોઈ ફરક પડતો નથી કે તે પબ્લિક ફિગર છે કે નથી.

આલિયા પોતાના ઘરમાં પણ નથી સુરક્ષિતઃ કેમ મુંબઇ પોલીસની મદદ લેવી પડી? hum dekhenge news

જાહ્નવી કપૂરે પણ ગુસ્સો વ્યક્ત કર્યો

જ્હાન્વી કપૂરે પણ આલિયાની પોસ્ટ શેર કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, આ ખૂબ જ ખરાબ કૃત્ય છે. મારી સાથે પણ આવુ બને છે. જ્યારે હું જીમની અંદર હોઉં છું, ત્યારે તેઓ મને અરીસામાં જુએ છે અને ફોટા ક્લિક કરે છે. કેટલીક જગ્યાઓ પ્રાઇવેટ હોય છે. ઓછામાં ઓછું ત્યાં આ વસ્તુઓ ન કરો. હું સમજું છું કે આ તમારા કામનો એક ભાગ છે, પરંતુ તમારે સમજવું પડશે કે આ બધુ પરસ્પર સંમતિથી જ થાય છે. આને તો બળજબરી કહી શકાય.

આ પણ વાંચોઃ ભાઈના રિવોલ્વર કેસ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન, અમે ખોટા સાથે નથી, જે પણ કરશે તે ભોગવશે

Back to top button