ગુજરાતટોપ ન્યૂઝ

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, પેપરલીક સહિત આ મુદા્ઓ પર કરાશે ચર્ચા

Text To Speech
  • બજેટ સત્ર પહેલા આજે અંતિમ કેબિનેટ બેઠક
  • બોર્ડની પરીક્ષા અંગેના આયોજન પર થઈ શકે છે ચર્ચા 
  • આવતીકાલથી વિધાનસભાનું બજટ સત્ર શરુ થશે

આજે રાજ્યમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બજેટ સત્ર પહેલા અંતિમ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં બજેટ સત્ર અંગે વિસ્તુત ચર્ચા કરાશે. આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનાર બોર્ડની પરીક્ષા અંગેના આયોજન પર પણ ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : આજે દિલ્લીના મેયર અને ડેપ્યુટી મેયર માટે ચૂંટણી,જાણો આપ અને બીજેપી માંથી કોણ મારશે બાજી

આજે યોજાનારી બેઠકમાં અનેક મૂદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત અનેક નિર્ણયો પણ લેવાઈ શકે છે. તેમજ રાજ્યમાં અવારનવાર થતા પેપરલીક અંગે નવા કાયદાઓ માટે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે. બેઠકમાં રાજ્યમાં પાણી અને સિંચાઈ અંગે પણ નિર્ણય આવી શકે છે બીજી તરફ સત્ર દરમિયાન રજૂ થનારા સરકારી વિધેયકો પર પણ ચર્ચા કરવામાં આવશે. આવતીકાલથી વિધાનસભાનું બજટ સત્ર શરુ થશે. તેથી તે પહેલા આ અંતિમ બેઠકમાં બાકી રહેલી જોગવાઓ તેમજ તેના રકમમાં વધારો કરવાનો છે તો તેના માટે પણ કોઈ નિર્ણય આ કેબિનેટ બેઠકમાં લેવાય શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ રાજ્ય "સ્વાગત"માં આપી વિશેષ ઉપસ્થિતિ, સાંભળી સામાન્ય નાગરિકોની રજુઆતો - humdekhengenews

ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે

રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બજેટ સત્ર પહેલા અંતિમ કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બેઠક પહેલા ભાજપના ધારાસભ્યોની એક બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના ધારાસભ્યો હાજર રહેશે. આ ઉપરાંત આ બેઠકમાં બજેટ સત્ર અંગે તેમજ વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Back to top button