ટોપ ન્યૂઝનેશનલ

આજે દિલ્લીના મેયર અને ડેપ્યુટી મેયર માટે ચૂંટણી,જાણો આપ અને બીજેપી માંથી કોણ મારશે બાજી

  • મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી માટે એક સાથે મતદાન કરાશે
  • મતપત્રક ઓળખવા માટે તમામ પોસ્ટ માટે અલગ-અલગ રંગના મતપત્રો તૈયાર કરાવાયા
  • આ તમામ પદો માટે ચૂંટણીમાં નખાયેલા મતોની ગણતરી અલગ-અલગ સમયે કરવામાં આવશે

દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી માટે એક સાથે મતદાન થશે, પરંતુ મત ગણતરી એક સાથે નહી કરાય.

આજે દિલ્લીની મીની સરકાર સમાન મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા પદાધિકારીઓ મળશે. સંકલિત મહાનગરપાલિકાની પ્રથમ બેઠકમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરોને શપથ લેવડાવ્યા બાદ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી યોજાશે.આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી મેળવનાર કોર્પોરેટર શૈલી ઓબેરોયને તેમના મેયર પદના ઉમેદવારના ચહેરા તરીકે જાહેર કર્યા છે, જ્યારે ભાજપ તરફથી રેખા ગુપ્તા મેયરપદની ચૂંટણી લડશે. ડેપ્યુટી મેયરપદ માટે આમ આદમી પાર્ટી તરફથી આલે મોહમ્મદ ઈકબાલ અને ભાજપ તરફથી કમલ બગડીને મેદાને ઉતારવામાં આવ્યા છે. ભૂતકાળના દિલ્લી મહાનગરપાલિકામાં જીતેલા કોર્પોરેટરના આકંડાઓને જોતા આમ આદમી પાર્ટીના પક્ષમાં જીત દેખાઈ રહી છે. તો બીજી તરફ, AAP અને ભાજપે સ્ટેન્ડિંગ કમિટીના 6 સભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.

Delhi Mayor Election - Humdekhengenews

MCDની મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી માટે અલગ-અલગ રંગોના મતપત્રકનો ઉપયોગ કરાશે. પરંતુ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે યોજાનાર ચૂંટણીમાં નખાયેલા મતોની ગણતરી અલગ-અલગ સમયે કરવામાં આવશે. કોર્પોરેશને સમય બચાવવા માટે તમામ હોદ્દાઓ માટે એકસાથે મતદાન યોજવાનું નક્કી કર્યું છે. તેમણે મતપત્રક ઓળખવા માટે તમામ પોસ્ટ માટે અલગ-અલગ રંગના મતપત્રો તૈયાર કરાવ્યા છે. આ સિવાય બેલેટ પેપરના કલરવાળી બેલેટ બોક્સ પણ રાખવામાં આવી છે. એટલે કે જે રંગનો બેલેટ પેપર હશે તે જ રંગના બોક્સમાં મત નાખવાનો રહેશે.

દિલ્લી કોર્પોરેશને મેયર પદની ચૂંટણી માટે સફેદ રંગના બેલેટ પેપર રાખ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે લીલા રંગના બેલેટ પેપરનો ઉપયોગ કરાશે અને સ્ટેન્ડ઼િંગ કમિટીના સભ્યો ચૂંટણી માટે કાઉન્સિલરો ગુલાબી રંગના બેલેટ પેપર પર મતદાન કરશે. સાથે જ કોર્પોરેશને મતદાન ઝડપથી થાય તે માટે બે મતદાન મથક બનાવવામાં આવ્યા છે. એમસીડીના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળી રહ્યુ છે કે તમામ પદો માટે એકસાથે મતદાનની યોજાય રહ્યુ છે તેમજ તે માટે વિવિધ રંગોના બેલેટ પેપરો પણ છાપવામાં આવ્યા છે. અગાઉ તમામ આ તમામ પદો માટે અલગ-અલગ મતદાન થતું હતું અને બેલેટ પેપર પણ એક માત્ર સફેદ રંગમાં તૈયાર કરાવામાં આવતુ હતું.

Delhi Mayor Election - Humdekhengenews

દિલ્લી કોર્પોરેશના અધિકારીઓના જણાવ્યા અનુસાર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી માટે એક સાથે મતદાન થશે, પરંતુ મત ગણતરી એક સાથે નહી કરાય. સૌથી પહેલા મેયરની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના છ સભ્યોની ચૂંટણીમાં એક પણ કાઉન્સિલરનું ઉમેદવારી પત્ર પરત ન ખેંચાય તો મતગણતરી હાથ ધરાશે.

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મેયર મળશે

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને આજે મેયર મળશે તેવી આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ત્રણ વખચ મેયર પદની ચૂંટણી નાગરિક સંસ્થાના વિરોદ્ધથી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશથી ફરી એકવાર ચૂંટણી માટે તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના છ સભ્યોની ચૂંટણીની તારીખ નક્કી કરવા માટે 24 કલાકમાં નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો હતો.

Delhi Mayor Election - Humdekhengenews

આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર શેલી ઓબેરોય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કર્યા બાદ કોર્ટે આ આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, ઉપરાજ્યપાલ દ્વારા એમસીડીમાં નામાંકિત કરાયેલા સભ્યો મેયરની પસંદગી માટે મત આપી શકતા નથી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (ડીએમસી) એક્ટ, 1957 મુજબ, મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રથમ સત્રમાં યોજાય છે. મ્યુનિસિપલ ચૂંટણીઓ પછી ગૃહ પૂર્ણ થાય છે. જોકે, નગરપાલિકાની ચૂંટણીને બે મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. ગત વર્ષે 4 ડિસેમ્બરે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી.

ગૃહની બેઠક પહેલીવાર 6 જાન્યુઆરીએ બોલાવવામાં આવી હતી

નગરપાલિકાની ચૂંટણીના એક મહિના બાદ 6 જાન્યુઆરીએ પ્રથમ વખત ગૃહની બેઠક બોલાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના સભ્યો વચ્ચે ઉગ્ર દલીલો બાદ ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ, બીજી અને ત્રીજી બેઠક 24 જાન્યુઆરીએ બોલાવવામાં આવી હતી અને જે બાદ 6 ફેબ્રુઆરીએ કવાયત પૂર્ણ થઈ હતી. આમ કરવામાં નિષ્ફળ જતા બંનેને મેયરની ચૂંટણી કર્યા વિના મોકૂફ રાખવામાં આવ્યા.

વાર્ષિક બજેટની કાર્યવાહીને પણ પ્રભાવિત કરી

આ સંકંટ વચ્ચે વાર્ષિક બજેટની કાર્યવાહી પર પણ માઠી અસર પડી હતી અને વર્ષ 2023-24 માટેના કરવેરાનું શેડ્યૂલ MCDના વિશેષ અધિકારી દ્વારા 15 ફેબ્રુઆરીએ પસાર કરવામાં આવ્યું હતું. નિયમો અનુસાર, કરવેરાનું શેડ્યૂલ ગૃહ દ્વારા પસાર થવું જોઈએ. જો કે, બાકીનું બજેટ જરૂર મુજબ 31 માર્ચ પહેલા ગૃહ દ્વારા પસાર થશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : હવે શિંદે જ શિવસેનાના ‘એકનાથ’ : કાર્યકારિણીની બેઠકમાં કરાઈ જાહેરાત

લેફ્ટનન્ટ ગવર્નરના નિર્દેશો અનુસાર બુધવારે મળનારી ગૃહની બેઠક 6 જાન્યુઆરીએ સ્થગિત થયેલી ગૃહની પ્રથમ બેઠકની કાર્યવાહી હશે. મેયર પદ માટે AAPની શૈલી ઓબેરોય અને BJPની રેખા ગુપ્તા આ બે મુખ્ય દાવેદારો છે. તે જ સમયે, AAP તરફથી ઇકબાલ અને BJP તરફથી કમલ બાગરી ડેપ્યુટી મેયર પદ માટે પોતાનો દાવો રજૂ કરશે. મેયર અને ડેપ્યુટી મેયર માટે 250 કોર્પોરેટરો, 10 સાંસદો અને 14 ધારાસભ્યો મતદાન કરશે.

Back to top button