લ્યો બોલો ! ગરબાની જગ્યાએ લગ્ન પ્રસંગમા જુગાર રમતા 89 લોકો ઝડપાયા
ગુજરાતમાં દિવસેને દિવસે ક્રાઈમના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને આજના યુવાનો અલગ-અલગ સ્ટંટ કરી રહ્યા છે થોડા સમય પહેલા જ રાજકોટના લગ્ન પ્રસંગમાં ફાયરિંગ અને દારૂ ડાન્સની ઘટના સામે આવી હતી. તેની વચ્ચે હવે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જુગાર રમવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો : ગામના લોકો અનોખી રીતે વાતચીત કરે છે, આ ગામ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે !
જેમાં 89થી આરોપીઓ ઝડપાયા છે. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં 89થી વધુ આરોપીઓ જુગાર રમી રહ્યા હતા. ત્યા અચાનક પોલીસે દરોડા પાડીને તમામને ઝડપી પાડ્યા હતા. જુગારીઓની સાથે 35થી વધુ વાહનો જેમા 20થી વધુ કાર કબ્જે કરવામાં આવી છે. આ ઉપરાંત 150થી વધુ મોબાઇલ કબજે કરવામામ આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, એલિસબ્રિજ પોલીસે પ્રિતમનગરમાં આવેલા નીલકમલ ફ્લેટમાં 89થી વધુ લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન સોમવારની રાતે પોલીસને બાતમી મળતા તેમણે ત્યાં દરોડા પાડ્યા હતા. આ નીલકમલ ફ્લેટમાં બે લગ્નપ્રસંગ ચાલી રહ્યા હતા અને ફ્લેટના 4 અને 6 માળે જુગાર રમાઇ રહ્યો હતો. પોલીસના દરોડામાં 89થી વધુ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે.