ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા કોલેજમાં વાર્ષિક રમતોત્સવમાં યોજાઇ વિવિધ સ્પર્ધા

Text To Speech

પાલનપુર : ડીસાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓમાં રમતગમત દ્વારા ખેલદિલીની ભાવના વધે તે માટે અનેક રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે. એમ આ વર્ષે પણ આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફમિત્રો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ચેસ, ટેબલ ટેનીસ, 100 મીટર દોડ, ગોળાફેક, ચક્રફેંક, રસ્સાખેંચ, કબડ્ડી, લીંબૂચમચી દોડ, દોરડા કુદ, અને સંગીત ખુરશી જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ- બહેનો અને સ્ટાફમિત્રો મોટીસંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયાહતા. આ રમતોમાં કોલેજના સ્ટાફમિત્રોએ નિર્ણાયકની કામગીરી કરી હતી.

ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કોલેજના ટ્રસ્ટી દિવ્યભાઈ પટેલ શિવાનીબેનપટેલ,નિયામક સી.એસ પટેલ, પ્રિન્સિપાલ આર.ડી રબારી એ હાજર રહીને વિદ્યાર્થીઓને અને આ રમતોત્સવનું સુંદર અને સફળ આયોજન કરવા બદલ કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષ ડૉ. આર. ડી. ચૌધરીને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર : ડીસાના ગાંધીચોકમાં જટીલ ટ્રાફિક સમસ્યા, વેપારીઓ, રાહદારીઓ હેરાન પરેશાન

Back to top button