વડોદરા અને ખેડા જિલ્લામાં નવા ભાજપ પ્રમુખની નિમણૂક, જાણો કોને સોપાયું પદ
વડોદરા અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામા આપ્યા હતા. જે બાદ ખાલી પડેલ બંન્ને પદ પર નવા જિલ્લા ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લા ભાજપ ના નવા પ્રમુખ તરિકે કરજણ ના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલ અને ખેડાજિલ્લાના પ્રમુખ તરિકે અજય બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.
વડોદરા અને ખેડા જિલ્લામાં નવા પ્રમુખની નિમણૂક
વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અશ્વિન પટેલે રાજીનામું આપ્યા બાદ નવા પ્રમુખ તરીકે કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ખેડા જિલ્લાના પ્રમુખ તરિકે વિપુલભાઈ પટેલ રાજીનામુ આપતાઅજય બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે.આમ વડોદરા અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખોએ સ્વૈચ્છિક રાજીનામાં આપતા બંને જિલ્લાના સંગઠનનું વિસર્જન થયું હતું. જે બાદ હવે બંને જિલ્લાને નવા પ્રમુખ મળ્યા છે.
ભાજપ દ્વારા સંગઠનમાં ફેરફાર
ગુજરાતમાં 156 સીટો જીત્યા બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ તેના સંગઠનને વિખેરીને નવું સંગઠન બનાવવી રહ્યું છે. અગાઉ બનાસકાંઠા અને દ્વારકા જિલ્લા પ્રમુખ બદલવામાં આવ્યા હતા. ત્યારે હવે વડોદરા અને ખેડા જિલ્લાના પ્રમુખને પણ પદેથી દુર કરીને નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પક્ષને મજબુત કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરે છે. જેના માટે તેઓ પક્ષમાં અનેક ફેરફાર કરવા લાગ્યા છે. ત્યારે હવે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે વધુ 2 જીલ્લા નું સંગઠન વિખેરી નાખ્યું છે. ભાજપ દ્વારા અત્યાર સુધીમાં ચાર જિલ્લાનું સંગઠન વિખેરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : ભાજપમાં રાજીનામાંનો સિલસિલો યથાવત, ધારાસભ્ય કેયુર રોકડિયાનું મેયર પદ પરથી રાજીનામું