ગુજરાતના મુખ્યમંત્રીના કોન્વોયમાં નવી ફોર્ચ્યુનર કારણો ઉમેરો થયો છે. અંદાજે 18 વર્ષ બાદ ગુજરાતના મુખ્યમંત્રીના કોન્વોયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યારસુધી સ્કોરપીઓમાં ફરતા મુખ્યમંત્રીને અપડે હવે ફોર્ચ્યુનરમાં જોઈશું ત્યારે સુરક્ષાના કારણોસર મુખ્યમંત્રીના કોન્વોયમાં નવી કારનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : NIA ફરી એક્શનમાં, ગુજરાત સહિત સાત રાજ્યોમાં દરોડા
CM કોનવોયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે બુલેટપ્રૂફ અને ટેકનિકલ સુવિધાઓયુક્ત ખાસ ફોર્ચ્યુનર કાર તૈયાર કરવામાં આવી છે. સોમવારે મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી ભૂપેન્દ્ર પટેલ સચિવાલય સ્થિત પોતાની ઓફિસે નવી કારમાં આવ્યા ત્યારે પાંચ સ્કોરપીઓ વચ્ચે સિલ્વર કલરની ફોર્ચ્યુનર કારમાં જોવા મળ્યા હતા. મુખ્યમંત્રીની સલામતી શાખાએ ખાસ ફોર્ચ્યુનરનો ઉમેરો કર્યાનું સ્વીકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે 20 વર્ષ પૂર્વે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે પદભાર સાંભળ્યો ત્યારે CM કોન્વોયમાં કોન્ટેસા કારનો ઉપયોગ થતો હતો. બાદમાં સલામતીના કારણોસર એ સમયે મહિન્દ્રા કંપનીની સ્કૉર્પિયોનો ઉપયોગ શરૂ થયો હતો. મોદીને પગલે આનંદીબહેન પટેલ અને વિજય રૂપની અને બાદમાં ભૂપેન્દ્ર પટેલ પણ પહેલી ટર્મમાં સ્કૉર્પિયો કારનો જ ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે આધુનિક યુગ સાથે અને સલામતીના કારણોસર ફોર્ચ્યુનર કારણો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.