- રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, ગુજરાત સહિત 70 ઠેકાણા પર દરોડા
- NIAના રડાર પર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત ઘણા પ્રખ્યાત ગેંગસ્ટર
- PFI સાથે જોડાયેલા અધિકારીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા
NIA દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના રાજ્ય પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : તુર્કીથી પરત ફરેલી બચાવ ટીમ સાથે PM મોદીએ વાત કરી, કહ્યું- કોઈપણ દેશને મુશ્કેલીમાં મદદ કરીશું
ગેંગસ્ટર ટેરર ફંડિંગ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, કુલ આવા 70 સ્થળો છે જ્યાં NIAના દરોડા ચાલી રહ્યા છે. આ દરોડા ગેંગસ્ટર અને તેના નજીકના લોકોના ઠેકાણા પર પડયા છે. જાણકારી અનુસાર NIA દ્વારા આ દરોડા તમામ રાજ્યોમાં ફેલાયેલા ગેંગસ્ટર અને તેના સિન્ડિકેટ સાથે જોડાયેલા લાોકોને ત્યા પાડવામાં આવી રહ્યા છે. અગાઉ ગયા વર્ષના અંતમાં દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક રાજ્યોમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે કચ્છના ગાંધીધામમાંથી એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો હતો. કુલવિંદર આંતરરાષ્ટ્રીય ડ્રગ ટોળકી સાથે પણ સંકળાયેલો છે.
NIA conducts searches and raids at 70 + places in Punjab, Haryana, Rajasthan, Delhi, Chandigarh, Uttar Pradesh, Gujarat and Madhya Pradesh.
This is regarding a case registered by NIA against gangster and their criminal syndicate. pic.twitter.com/5XqES1ju04
— ANI (@ANI) February 21, 2023
NIAના રડાર પર ઘણા પ્રખ્યાત ગેંગસ્ટર
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ NIAના રડાર પર છે. NIAએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્હી સહીત 50 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.
PFI સાથે જોડાયેલા અધિકારીઓના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા
શનિવારે, 18 ફેબ્રુઆરીએ, NIA દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના રાજ્ય પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. રાજસ્થાનના જયપુર, કોટા, સવાઈ માધોપુર સહિત અનેક સ્થળોએ આ દરોડા પાડવામાં આવ્યા હતા. ધાર્મિક જૂથો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપવા અને આતંકવાદી ગતિવિધિઓને વેગ આપવાના મામલામાં NIA દ્વારા એક પછી એક દરોડા પાડી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વર્ષ 2022ના સમયમાં NIAએ કરી સૌથી વધારે કામગીરી
વર્ષ 2022માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અનેક મોટા અભિયાન ચલાવીને સ્પેશિયલ ઓપરેશનમાં 456 લોકોની ધરપકડ કરી હતી અને 109 ખતરનાક ગુનેગારોને સજા પણ કરી હતી. આ એક વર્ષના ગાળામાં દેશના વિવિધ ભાગોમાં નોંધાયેલા કુલ 73 કેસમાંથી એજન્સીને જેહાદી આતંકવાદ સાથે સંબંધિત માત્ર 35 કેસ મળ્યા હતા. વર્ષ 2021માં આ સંખ્યા 61 હતી, જે આ વખતે (વર્ષ 2022માં) વધીને 73 થઈ ગઈ છે. નોંધાયેલા કેસોની આ સંખ્યા 2021 ની સરખામણીમાં 2022 માં 19.67 વધુ હતી. તેનો અર્થ એ છે કે છેલ્લા ઘણા વર્ષોમાં, NIA દ્વારા એક વર્ષમાં નોંધાયેલા કેસોની આ સંખ્યા સૌથી વધારે ગણી શકાય.