વડોદરા કોર્પોરેશને શ્વાન વેરો વસૂલવાનો નિર્ણય પાછો ખેંચ્યો, મેયરે જણાવ્યું આ કારણ
વડોદરા કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલ પાલતુ શ્વાન પરનો વેરો નાબૂદ કરવામા આવ્યો છે. કોર્પોરેશનની બજેટ સભામાં મેયર કેયુર રોકડીયાએ જાહેરાત કરી હતી.
શ્વાન વેરો વસૂલવાનો નિર્ણય રદ
રાજ્યમાં પહેલી વાર વડોદરા પાલિકાએ પાલતુ શ્વાન પર વેરો સૂચવ્યો હતો પરંતુ તાજેતરમાં જ પાલતુ શ્વાન પરનો વેરો નાબૂદ કર્યાની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની બજેટ સભામાં મેયર કેયુર રોકડીયાએ આ જાહેરાત કરી હતી. બજેટ સભામાં મેયરના આ નિર્ણયને બધાએ આવકારાયો હતો.
ગુજરાતમાં પ્રથમવાર આ કરવેરો લાગુ કર્યો હતો
મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ જ વડોદરાપાલિકાએ પાલતૂ શ્વાન પર વેરો લેવાની જાહેરાત કરી હતી. ગુજરાતમાં પ્રથમવાર આ મનપાએ આ કરવેરો લાગુ કર્યો હતો. જેમાં કોર્પોરેશને પાલતુ શ્વાન પર ત્રણ વર્ષ માટે 1000 રૂપિયા વેરો સૂચવ્યો હતો. વડોદરા કોર્પોરેશનના આ નિર્ણયને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
આ કારણે વેરો કરાયો રદ
વડોદરા કોર્પોરેશનની બજેટ સભામાં મેયર કેયુર રોકડીયાએ જણાવ્યુ હતુ કે વડોદરા કોર્પોરેશને પાળતુ કૂતરા પરનો વેરો નાબૂદ કર્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી કૂતરા વેરાની આવક ન થતી હોવાથી વેરો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી આવતો શ્વાન વેરો રદ કરાયો છે. મેયરે જણાવ્યું હતુ કે વર્ષ દરમિયાન માત્ર 4થી 5 લોકો જ આ શ્વાન વેરો ભરતા હતા.
વડોદરા શહેરમાં આટલા પાલતુ શ્વાન હોવાનો અંદાજ
ઉલ્લેખની છે કે વડોદરા શહેરમાં 5 ટકા ઘરોમાં પાલતુ કૂતરા હોવાનો પાલિકાને અંદાજ છે. જેથી વડોદરા પાલિકાએ 30 હજાર કૂતરાનો 1 કરોડની વેરાની આવકનો અંદાજ માંડ્યો હતો. જેમાં દરેક શ્વાન દીઠ 3 વર્ષનો રૂ.1000 વેરો વસૂલ કરવાનું હતું પાલિકાનું આયોજન હતું.
આ પણ વાંચો : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીનું નિધન