ટ્રેન્ડિંગધર્મ

બુધ કુંભ રાશિમાં જઇને અસ્તઃ આ ચાર રાશિઓને થશે થોડીક પરેશાની

બુધ કુંભ રાશિમાં 27 ફેબ્રુઆરીએ સાંજે 4.46 મિનિટે જશે. કુંભ રાશિમાં બુધનો સંયોગ સુર્ય અને શનિ સાથે થશે. એક બાજુ સુર્ય અને બુધના મળવાથી બુધાદિત્ય યોગ બનશે તો બીજી બાજુ બુધ 1 માર્ચના રોજ અસ્ત પણ થઇ જશે. આવા સંજોગોમાં બુઘનો પ્રભાવ ઘટી જશે અને બુધ તેનું શુભ ફળ આપવામાં સક્ષમ નહીં રહે. આવા સંજોગોમાં બુધનું કુંભ રાશિમાં આવવુ અને સુર્ય શનિ સાથે યુતિ સંબંધ બનાવવુ બજારમાં ઉથલપુથલ લાવી શકે છે. બુધ કુંભ રાશિમાં આવીને અસ્ત થવાથિ કેટલીક રાશિઓને આર્થિર, કરિયર અને આરોગ્ય અને ફેમિલી લાઇફમાં તકલીફોનો સામનો કરવો પડી શકે છે.

બુધ કુંભ રાશિમાં જઇને અસ્તઃ આ ચાર રાશિઓને થશે થોડીક પરેશાની hum dekhenge news

કર્ક રાશિ પર પ્રભાવ

કર્ક રાશિના જાતકો માટે બુઘનુ કુંભ રાશિમાં ગોચર પરેશાનીઓ વાળુ માનવામાં આવે છે. આ સમયગાળામાં કોઇ તમારી વિરુદ્ધ સાજિશ રચી શકે છે. જ્યાં તમે કામ કરો છો, ત્યાંના લોકો સાથે વિવાદ વધવાથી તેમની સાથેના તમારા સંબંધો બગડી શકે છે. આ દરમિયાન નોકરી કરનાર વ્યક્તિને પરિણામો સારા ન મળે તેવું પણ બને. મનમાં નિરાશાનો ભઆવ આવે. પારિવારિક સંબંધોમાં ચઢાવ ઉતાર આવે. મહેનતના પુરા પરિણામ ન મળે. સાસરિયા સાથે મતભેદો થઇ શકે. શેરબજારમાં રોકાણ કરતા હો તો સાવધાન રહો. બીપીના દર્દીઓએ સાવધાન રહેવાની જરૂર છે. ગણેશજીને બુધવારે દુર્વા અર્પિત કરો.

બુધ કુંભ રાશિમાં જઇને અસ્તઃ આ ચાર રાશિઓને થશે થોડીક પરેશાની hum dekhenge news

કન્યા રાશિ પર પ્રભાવ

બુધનું કુંભ રાશિમાં ગોચર કન્યા રાશિના જાતકો માટે જીવનમાં સંઘર્ષ વધારનારુ માનવામાં આવે છે. તમારા જીવનમાં કેટલાય પ્રકારના પડકારો આવી શકે છે. કાર્યક્ષેત્રમાં જગ્યા બનાવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. આ દરમિયાન ઓફિસમાં સંયમિત બનીને કામ કરો. આર્થિક બાબતો માટે સમય વધુ અનુકુળ નથી. કોઇ કારણે અચાનક તમારા ખર્ચા વધી શકે છે. ઘર-પરિવારમાં લડાઇ ઝઘડાની સ્થિતિ બની શકે છે. સ્કિન રિલેટેડ અથવા કરોડરજ્જુ સાથે જોડાયેલી સમસ્યા આવી શકે છે. તમે બુધવારના દિવસે કિન્નરોને દાન કરી શકો છો.

 

બુધ કુંભ રાશિમાં જઇને અસ્તઃ આ ચાર રાશિઓને થશે થોડીક પરેશાની hum dekhenge news

વૃશ્વિક રાશિ પર પ્રભાવ

બુધ કુંભ રાશિમાં આવીને તમારા માટે ફળદાયી રહેશે, પરંતુ તેના અસ્ત થવાથી તમને બુધનું શુભ ફળ નહીં મળે. તમને કરિયર અને બિઝનેસમાં વધુ પરિશ્રમ કરવો પડશે. તમને આ દિવસોમાં કેટલાક એવા શોખ પણ થઇ શકે છે, જેમાં તમારા ખર્ચા વધી જાય. રોકાણની બાબતમાં સતર્ક રહો. વાણીમાં સંયમિત રહો. ઉપાયના રૂપમાં તમે પીપળાના પાન પર રામ નામ લખી શકો છો.

બુધ કુંભ રાશિમાં જઇને અસ્તઃ આ ચાર રાશિઓને થશે થોડીક પરેશાની hum dekhenge news

મીન રાશિ પર પ્રભાવ

બુધનુ આ ગોચર મીન રાશિના જાતકો માટે અચાનક ખર્ચા વઘારશે. તમે સુખ સુવિધાઓ માટે વધુ ખર્ચા કરશો. આ બધાના કારણે તમારુ બજેટ બગડી શકે છે. કોઇ પણ જગ્યાએ નાણાં રોકવાથી હાલમાં બચો. તમારી અને તમારા જીવનસાથી વચ્ચેનું અંતર વધી શકે છે. પારિવારિક બાબતોમાં હાલમાં કોઇ નિર્ણય ન લેતા. બુધવારે મગનુ દાન કરો.

આ પણ વાંચોઃ ગોધરાકાંડ : ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- 11 દોષિતોને ફાંસીની સજા મળવી જોઈએ

Back to top button