નેશનલ

કર્ણાટકમાં iPhone માટે ડિલિવરી બોયની હત્યા, 3 દિવસ ઘરમાં રાખી લાશ

હાલના સમયમાં Apple કંપનીના મોબાઈલ iPhoneનો ક્રેઝ અનેક લોકોના છે. અને I PHONE માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. પરંતુ આજે i Phone માટે એક વ્યક્તિએ ડિલિવરી બોયની હત્યાનો મામલો સામે આવ્યો છે.

iPhone માટે ડિલિવરી બોયની હત્યા

જાણકારી મુજબ કર્ણાટકમાં iPhone માટે ડિલિવરી બોયની હત્યા કરી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટના કર્ણાટકની છે. જ્યા એક યુવકે મોબાઈલ ખરીદવાના પૈસા ન હોવાના કારણે iPhone આપવા આવેલ ડિલિવરી બોય હત્યા કરી હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે 20 વર્ષીય આરોપીઓએ 23 વર્ષીય ડિલિવરી બોયની હત્યા કરીને તેની લાશને 3 દિવસ સુધી ઘરમાં રાખી હતી. ત્યારબાદ લાશને રેલવે સ્ટેશનની બાજુમાં ફેંકીને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

જાણો સમગ્ર ઘટના વિશે

આરોપી હેમંત દત્તા મોબાઈલ ખરીદવા માંગતો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા. આ માટે આરોપીઓએ એક પ્લાન બનાવ્યો હતો. તેણે સૌથી પહેલા ફ્લિપકાર્ટ પરથી iPhone મંગાવ્યો. 7 ફેબ્રુઆરીએ જ્યારે 23 વર્ષીય ડિલિવરી બોય મોબાઈલની ડિલિવરી કરવા આરોપીના ઘરે પહોંચ્યો ત્યારે આરોપીએ તેને રાહ જોવાનું કહ્યું. અને થોડા સમય બાદ હેમંતે તેને અંદર બોલાવી તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ હત્યા કર્યા બાદ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે તેને સમજાતું ન હતું. જેથી આરોપીએ લાશને બે દિવસ સુધી બાથરૂમમાં રાખી હતી અને ત્યાર બાદ ઘરથી અડધો કિલોમીટર દૂર તેને સળગાવી દીધી હતી. બાદમાં પોલીસને મૃતકનો મૃતદેહ 11 ફેબ્રુઆરીના રોજ અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યો હતો.

આઈ ફોન માટે હત્યા-humdekhengenews

પોલીસને સળગેલી હાલતમાં મળી હતી લાશ

આ ઘટના કર્ણાટકના હાસન જિલ્લાના અર્સિકેરે શહેરમાં બની હતી. જાણકારી મુજબ કર્ણાટક પોલીસને 11 ફેબ્રુઆરીના રોજ અર્સિકેરે શહેરના અંકકોપ્પલ રેલવે સ્ટેશન નજીક સળગેલી હાલતમાં એક લાશ મળી આવી હતી. જે બાદ આ ઘટનાની ગંભીરતાને જોતા અધિકારીઓએ તુરંત જ મામલાની તપાસ માટે એક ટીમની રચના કરી હતી. અને આ મામલે તપાસ શરુ હતી. આ તપાસમાં એવા ખુલાસા થયા કે તેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સીસીટીવી ફૂટેજમાંથી આરોપી ઝડપાયો

હત્યાના ત્રણ દિવસ બાદ મૃતકના ભાઈ મંજુ નાઈકે પોલીસ સ્ટેશનમાં હેમંત નાઈકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તે વિસ્તારના સીસીટીવી કેમેરાને સ્કેન કરવાનું શરૂ કર્યું, આ સીસીટીવીમાં આરોપી મૃતદેહને તેની સ્કૂટી પર લઈ જતો જોવા મળ્યો હતો. જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા આરોપી પેટ્રોલ પંપ પરથી બોટલમાં પેટ્રોલ ખરીદતો પણ જોવા મળ્યો હતો.

પોલીસે આપી જાણકારી

પોલીસે આ મામલે માહિતી આપી હતી કે આરોપીએ સેકન્ડ હેન્ડ આઈફોન ઓનલાઈન મંગાવ્યો હતો, જેની કિંમત 46,000 રૂપિયા હતી. ઈ-કાર્ટના ડિલિવરી બોય હેમંત નાઈકને આ ઓર્ડર પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. હેમંત નાઈક જ્યારે ઓર્ડર આપવા ગયો ત્યારે આરોપી પૈસા આપ્યા વગર મોબાઈલ લઈને રૂમની અંદર ગયો હતો. નાઈક ​​પૈસા માટે દરવાજા પર રાહ જોતો હતો, પરંતુ હેમંત દત્તાએ તેને બહાને ઘરની અંદર બોલાવ્યો અને તેની હત્યા કરી નાખી. હત્યા બાદ જ્યારે આરોપીને કંઈ સમજ ન પડી તો તેણે ત્રણ દિવસ સુધી મૃતદેહને ઘરમાં જ રાખ્યો હતો.

આ પણ વાંચો : સમાજના સુધારણા માટે કુંવારી દિકરીઓને મોબાઈલ ન આપો : ગેનીબેન ઠાકોર

Back to top button