ફ્રુટ ચાટના શોખીન લોકો ભુલથી પણ આ વસ્તુઓ એકસાથે ન ખાતાઃ થઇ શકે છે ખુબ નુકશાન
હેલ્થ કોન્શિયસ લોકો ઘરની બહાર હોય ત્યારે હંમેશા પોતાની ભુલને શાંત કરવા માટે ફ્રુટ ચાટ ખાવાનું પસંદ કરતા હોય છે. ભુખ શાંત કરવાની આ ઇન્સ્ટન્ટ રીત છે, પરંતુ શું તમે જાણો છો કે ફ્રુટ ચાટ બનાવતી વખતે જો તમે ફળોના કોમ્બિનેશન પર ધ્યાન નહીં રાખો તો તમારી હેલ્થને ફાયદો થવાના બદલે નુકશાન થઇ શકે છે. કેટલાક ફળ તો એવા હોય છે, જેની સાથે કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન આરોગ્ય માટે નુકશાનકારક છે. તો જાણો આવી કઇ વસ્તુઓ છે જે તમારે એક સાથે ન ખાવી જોઇએ.
સંતરા સાથે ગાજર
નિષ્ણાતોનું માનવુ છે કે ગાજર અને સંતરાના કોમ્બિનેશનને એક સાથે ખાવાથી ખતરો રહે છે. આ બંને વસ્તુઓનુ સેવન હીટબર્ન અને કિડની ડેમેજની સમસ્યા ઉભી કરી શકે છે.
જામફળ અને કેળા
આ કોમ્બિનેશન આરોગ્ય માટે ખતરો ઉભો કરી શકે છે. આ બંને ફ્રુટનું એક સાથે સેવન એસિડોસિસ, ગેસ, માથાનો દુખાવો, પેટમાં ગરબડ જેવી સમસ્યાઓનો ખતરો વધારે છે.
પાઇનેપલ સાથે દુધ
પાઇનેપલમાં બ્રોમેલેન નામનું તત્વ મળી આવે છે. તે એક એવું એન્ઝાઇમ છે, જે પાઇનેપલના રસમાંથી નીકળે છે. તે દુધના સંપર્કમાં આવે ત્યારે પેટમાં ગેસ, અપચો, અકળામણ, ઇન્ફેક્શન અને માથાના દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે.
પપૈયા સાથે લીંબુ
કેટલાક લોકો ફળની ઉપર લીંબુ નીચોવીને ખાય છે, પરંતુ જો તમે પપૈયુ ખાઇ રહ્યા હો તો એવી ભુલ બિલકુલ ન કરતા. પપૈયુ અને લીંબુ એક ઘાતક સંયોજન છે. જે એનીમિયા અને હિમોગ્લોબિનના અસંતુલનના લીધે થાય છે.
ફળો સાથે શાકભાજી
ફળની સાથે શાકભાજીના સેવનથી શરીરમાં ઝેરીલો પદાર્થ ઉત્પન્ન થાય છે. તેના લીધે માથાનો દુખાવો, ઇન્ફેક્શન અને પેટનો દુખાવો થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, હીટવેવને લઈને કરાયેલી આગાહી પરત ખેંચાયી