ટ્રેન્ડિંગધર્મયુટિલીટી
પારિવારિક કલેશને દુર કરવા માટે ઘર બહાર લટકાવો આ નાનકડી વસ્તુ
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રનો એકબીજા સાથે ઉંડો સંબંધ છે. બંને એકબીજા સાથે જોડાયેલા છે. જ્યોતિષ શાસ્ત્રમાં સ્ટાર, ગ્રહ અને તેના પ્રભાવોનો ઉલ્લેખ કરાયો છે. ગ્રહ-નક્ષત્ર અને રાશિઓ તમારા કામ કરવાની જગ્યા અને રહેણી-કરણી પર ખુબ પ્રભાવ પાડે છે. તેથી કામ કરવાની અને રહેવાની જગ્યાએ સારો માહોલ બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રનું જ્ઞાન હોવું ખુબ જરૂરી છે. આજે કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ જાણી લો અને તેને ફોલો કરો.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની પુર્વ દિશામાં મોટી બારી હોવી જોઇએ. જેના દ્વારા સુર્યની રોશની અને ઉર્જા ઘરમાં પ્રવેશી શકે.
- ઉત્તર-પુર્વ દિશાનો સ્વામી ગુરુ છે. વાસ્તુ અનુસાર ઉત્તર-પુર્વના ખુણામાં મંદિર હોય તો તે સૌથી શુભ માનવામાં આવે છે. મંદિરમાં દેવી-દેવતાઓની પ્રતિમા રાખો. ભુલથી પણ પોતાના પિતૃઓના ફોટા ન રાખો.
- ઉત્તર પશ્વિમ દિશાનો સ્વામી ચંદ્રમા છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના આ ખુણામાં ફાલતુ વસ્તુઓ ન રાખવી જોઇએ. આ જગ્યા અંધારી ન હોવી જોઇએ. નહીં તો ઘરમાં રહેતી મહિલાઓનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
- પારિવારિક કલેશથી બચવા માટે ઘરની બહાર એટલે કે બાલ્કની, વરંડો કે ઘરની બહારની ખુલ્લી જગ્યામાં વિન્ડ ચાઇમ્સ લગાવો અને રુમમાં ક્રિસ્ટલ રાખો.
- બંધ ઘડિયાળ ઘરમાં ન રાખો. તેનાથી પરિવારના સભ્યોની રાશિઓ પર નેગેટિવ પ્રભાવ પડે છે.
- દક્ષિણ દિશાના સ્વામી અગ્નિદેવ છે, તેથી ઘરના તે ખુણામાં કીચન બનાવવું શુભ માનવામાં આવે છે. જમવાનુ બનાવતી વથતે મોં પુર્વ દિશા તરફ હોવું જોઇએ.
- ઘરનો મેઇન ગેટ ઉત્તર અને પુર્વ બંને દિશાઓમાં બનાવી શકાય છે, પરંતુ મેઇન ગેટ પાસે ભુલીને પણ શુ રેક ન રાખો. આમ કરવાથી નેગેટિવ એનર્જી એટ્રેક થાય છે.
આ પણ વાંચોઃ ઓર્ગેનિક આદુ અને હળદરની ખેતીથી દર મહિને 13 હજારથી વધુની કમાણી કરતી આત્મનિર્ભર બહેનો