ટોપ ન્યૂઝનેશનલ

પટનામાં 50 રાઉન્ડ ફાયરિંગની ઘટના, રોષે ભરાયેલ લોકોએ ઘર અને મેરેજ હોલમાં લગાવી આગ

Text To Speech

પટનાના નદી પોલીસ સ્ટેશનના જેઠુલી ગામમાં પાર્કિંગને લઈને 50 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં બે લોકોના મોત અને અન્ય ત્રણ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઈજાગ્રસ્તોને NMCHથી PMCHમાં રિફર કરાયા છે.

પટણાના જેઠુલી ગામમાં 50 રાઉન્ડ ફાયરિંગ

જાણકારી મુજબ પટના શહેરના નદી પોલીસ સ્ટેશન વિસ્તારના જેઠુલી ગામમાં પાર્કિંગને લઈને બે પક્ષો વચ્ચે થયેલા વિવાદમાં ફાયરિંગ થયું હતું. જેમાં ગોળીબારના કારણે બે લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બંને પક્ષે તણાવ સર્જાયો હતો. અને આ ફાયરિંગ બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને મેરેજ હોલમાં આગ લગાવી દીધી હતી.

પટણામાં ફાયરિંગ-humdekhengenews

ગોળીબારમાં 2 ના મોત, 3 ની હાલત ગંભીર

બિહારની રાજધાની પટનામાં ગઈ કાલે પાર્કિંગને લઈને થયેલા વિવાદમાં 50 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ગોળીબારમાં 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી બેના મોત થયા હતા. અને અન્ય ત્રણની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને મેરેજ હોલમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે ઘરમાં પાર્ક કરેલા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. ઘટાનાને પગલે પોલીસે ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પાર્કિંગને લઈને સર્જાયો હતો વિવાદ

પીડિતોના સંબંધીઓ સંજીત કુમાર જણાવ્યું હતુ કે કારના પાર્કિંગને લઈને વિવાદ શરૂ થયો હતો. જેના કારણે જેઠુલી ગામના રમેશ રાય, સતીશ રાય, ઉમેશ રાય, બચ્ચા રાયએ ગૌતમ કુમાર પર ભીષણ ગોળીબાર કર્યો હતો. તેણે એમ પણ કહ્યું છે કે ઉમેશ રાયના માણસોએ 50 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આમાં કુલ 5 લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ગૌતમ કુમાર અને રોશન રાયનું મોત થયું છે. અને આ ઘટનામાં ઘાયલોને પટનાની નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પોલીસ કર્મચારીઓની હાજરીમાં ફાયરિંગ

વધુમાં સંજીત કુમારે જણાવ્યું હતુ કે આ હુમલાની ઘટના સમયે 112 સહિત પોલીસ સ્ટેશનના અન્ય પોલીસકર્મીઓ પણ હતા. તેમ છતા પણ આ પોલીસ કર્મચારીઓ ફાયરિંગ કરનારાઓને ગોળીબાર કરતા અટકાવી શક્યા નહતા.

આ પણ વાંચો : ગોઝારો દિવસ : એક દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, 2 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

Back to top button