પાલનપુરમાં આયર્ન મોદીને કેન્ડલ માર્ચ યોજી શ્રધ્ધાંજલિ અપાઈ
- શહેરમાંથી તમામ સમાજના લોકો જોડાયા
- આરોપીઓને ઝડપી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા માગ
પાલનપુરમાં વિદ્યાર્થી આયર્ન મોદીની હત્યાને લઇ ગુરૂનાનક ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં પાલનપુર શહેરના લોકો જોડાયા હતા અને રામધુન કરી આરોપીઓને ઝડપથી પકડી ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને સજા આપવાની માંગ કરી છે.
પાલનપુર શહેરમાં રહેતા અને આદર્શ વિદ્યા સંકુલમાં આવેલ કોલજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આર્યન મોદીની કેટલાક શખ્સોએ અપહરણ કરી ઢોર માર મારી ઝેરી પ્રવાહી પીવડાવ્યુ હતુ.જેનું સારવાર દરમીયાન મોત થતા પરીવાર તેમજ મોદી સમાજમાં ભારે રોષ સાથે આરોપીઓને ઝડપી લેવા ઉગ્ર માંગ ઉઠી છે. તેમજ શહેરમાં આ ઘટનાને લઇ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.જેથી પાલનપુર ગુરૂનાનક ચોક ખાતે વિદ્યાર્થીની આત્માને શાંતી મળે તે માટે કેન્ડલ માર્ચ યોજાઇ હતી.
જેમાં પાલનપુર શહેરમાંથી સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં ગુરૂનાનક ચોક ખાતે એકત્ર થયા હતા.અને વિદ્યાર્થીની આત્માને શાંતી મળે તે માટે બે મિનીટનું મૌન પાળી કેન્ડલ માર્ચ કરી રામધુન બોલાવવામાં આવી હતી.જો કે મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાતા ચારે બાજુ ટ્રાફીક જામ થઇ ગયો હતો .
આ અંગે પરીવારે જણાવ્યુ હતુ કે, ત્રણ દિવસ વિતવા છતાં હજુસુધી પોલીસ દ્વારા આરોપીઓ પકડવામાં નથી આવ્યા, જેથી પોલીસ દ્વારા ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવે અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.