ભુજમાં ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં ટેન્કરરાજ, જાણો દાવા કેટલા સાચા
ઉનાળા શરૂઆત સાથે જ ભુજ શહેરમાં ટેન્કરરાજ જોવા મળતું હોય છે. પાલિકા દ્વારા દાવો કરવામા આવ્યો છે કે ભુજમાં ટેન્કર રાજ ખતમ થઇ રહ્યું છે. ઉનાળામાં શહેરમાં પાણીની સમસ્યા ન સર્જાય તેવું પાલિકાએ આયોજન કર્યું છે.
આ પણ વાંચો: સુરતમાં શ્રવણ તીર્થ યાત્રાના નામે ભાજપના મહિલા સભ્યે લાખો રૂપિયાની છેતરપિંડી કરી
ઉનાળામાં પાણી કોઈ સમસ્યા નહિ સર્જાય તેવો દાવો પાલિકાએ કર્યો
પાલિકા દાવો કર્યો છે કે ભુજ શહેરમાંથી ટેન્કરરાજ ખતમ થઇ ગયું છે. અગાઉ શહેરમાં 125 કરતા વધારે ફેરા ટેન્કરના કરવામાં આવતા હતા. હાલમાં માત્ર દિવસ દરમિયાન 25 જેટલા ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે. ઉનાળામાં પાણી કોઈ સમસ્યા નહિ સર્જાય તેવો દાવો પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. પાલિકા દાવા લઈને વિપક્ષ કોંગ્રેસએ સવાલો ઉઠાવ્યા છે તથા કોંગ્રેસના આક્ષેપ છે કે શહેરમાંથી ટેન્કરરાજ સામાન્ય લોકો માટે ખતમ થયું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કેમિકલ ઉદ્યોગ માટે અલગથી કાયદા બનશે, જાણો કોના પર લાગશે લગામ
ભાજપના સતાધીશો અને નગરસેવકો માટે મફતમાં પાણીના ટેન્કર
ભાજપ લોકો માટે નહિ ભાજપના સતાધીશો અને નગરસેવકોને આજે પણ મફતમાં પાણીના ટેન્કર આપવામાં આવે છે. જયારે સામાન્ય લોકો પાસેથી ટેન્કરના 2૦૦ રૂપિયા વસુલવામાં આવે છે. દરવર્ષે ભુજ શહેરમાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે. પાલિકા દ્વારા કરવામાં આવેલ દાવા કેટલા સાચા સાબિત થાય છે એ હવે જોવું રહ્યું છે.