કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબી બ્રિજ દુર્ઘટના અંગે SITના રિપોર્ટમાં આ 5 મોટા ખુલાસા

મોરબી બ્રિજ દુર્ઘટનામાં ગુજરાત સરકારની પાંચ સભ્યોની SITએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે બ્રિજના 49 કેબલમાંથી 22 કેબલ પર કાટ લાગેલા હતા. SITનું માનવું છે કે આ 22 વાયર પહેલાથી જ તૂટી ગયા હશે. બ્રિજ પર લોકોની સંખ્યા વધી જતાં બાકીના 27 વાયર વજન ઝીલી શક્યા ન હતા અને તૂટી ગયા હતા.

આ પણ વાંચો :  ગોઝારો દિવસ : એક દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, 2 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

મોરબીની ઘટના 30 ઓક્ટોબર 2022ના રોજ બની હતી. જેમાં 135 લોકોના મોત થયા હતા. SITમાં IAS રાજકુમાર બેનીવાલ, IPS સુભાષ ત્રિવેદી, રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ, એક એન્જિનિયર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગના પ્રોફેસર સભ્યો તરીકે હતા.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસ - Humdekhengenews

SIT રિપોર્ટની 5 મોટી બાબતો…

  1. જૂના સસ્પેન્ડર્સ પર નવું વેલ્ડિંગ : રીનોવેશન દરમિયાન બ્રિજના કેબલને જૂના સસ્પેન્ડર્સ એટલે કે સ્ટિલના સળિયા જે કેબલને પ્લેટફોર્મ ડેક સાથે જોડે છે તેને નવા સાથે વેલ્ડિંગ કરીને જોડવામાં આવ્યા હતા. જેના કારણે સસ્પેન્ડનો વ્યવ્હાર બદલાય ગયો. સામાન્ય રીતે, કેબલ બ્રિજમાં લોડ વહન કરવા માટે સિંગલ રોડ સસ્પેન્ડર્સનો ઉપયોગ કરવો જોઈએ.
  2. એક કેબલમાં 49 સ્ટીલ વાયરઃ 1887માં મચ્છુ નદી પર બનેલા પુલના બે મુખ્ય કેબલમાંથી એક પર કાટ લાગી ગયો હતો. એટલે કે અકસ્માત પહેલા 22 વાયર તૂટી ગયા હોવા જોઈએ. એક કેબલ 7 વાયરનો બનેલો હતો, જે સ્ટીલનો હતો. અકસ્માત દરમિયાન નદીના ઉપરવાસમાં મુખ્ય કેબલ તૂટી ગયો હતો.
  3. અકસ્માત સમયે 27 કેબલ તૂટ્યા : રિપોર્ટમાં જણાવાયું છે કે 49માંથી 22 કેબલ પર કાટ લાગી ગયો હતો. એટલે કે તેઓ ઘટના પહેલા જ તૂટી ગયા હતા. બાકીના 27 કેબલ ઘટના સમયે તૂટી ગયા હતા. દુર્ઘટના સમયે બ્રિજ પર લગભગ 300 લોકો હતા. જે પુલની લોડ વહન ક્ષમતા કરતા ઘણી વધારે હતી. તેની વાસ્તવિક ક્ષમતાની પુષ્ટિ લેબ રિપોર્ટ દ્વારા કરવામાં આવશે.
  4. લાકડાના પાટિયાને એલ્યુમિનિયમ ડેક સાથે બદલવાના ગેરફાયદા : અહેવાલમાં લખવામાં આવ્યું છે કે લાકડાના પાટિયાને એલ્યુમિનિયમ ડેક સાથે બદલવા પણ અકસ્માતનું એક કારણ છે. પુલ પરના લવચીક લાકડાના પાટિયાને કઠોર એલ્યુમિનિયમ પેનલ્સથી બદલવામાં આવ્યા હતા. જેના કારણે પુલનું પોતાનું વજન પણ વધી ગયું હતું.
  5. જાહેર જનતા માટે ખુલો મુકાતા પહેસા વેટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું : પુલને માર્ચ 2022 માં રીનોવેશન માટે બંધ કરવામાં આવ્યો હતો અને 26 ઓક્ટોબરે ખોલવામાં આવ્યો હતો. મોરબી બ્રિજના ઉદ્ઘાટન પહેલા કોઈ વજન પરીક્ષણ કે સ્ટ્રક્ચર ટેસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસ - Humdekhengenews

આ કરાર જનરલ બોર્ડની પરવાનગી વગર કરવામાં આવ્યો હતો…

અજંતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (ઓરેવા કંપની) અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારમાં જનરલ બોર્ડની મંજૂરી જરૂરી હતી, પરંતુ કરારમાં ઓરેવા કંપની, ચીફ ઓફિસર મ્યુનિસિપાલિટી (CMO), પ્રમુખ અને ઉપપ્રમુખની સહીઓ હોવાનું પણ તપાસ અહેવાલમાં બહાર આવ્યું છે. બેઠકમાં ન તો જનરલ બોર્ડની સંમતિ લેવામાં આવી હતી કે ન તો સંમતિનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબી સીએમઓએ જનરલ બોર્ડની પરવાનગી અને યોગ્ય તપાસ કર્યા બાદ જ કરાર કરવો જોઈતો હતો.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસ - Humdekhengenews

મોરબી દુર્ઘટનામાં ચાર્જશીટ દાખલ, ઓરેવા ગ્રુપના એમડીનું પણ નામ

મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં શુક્રવારે 1,262 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ પણ આરોપી તરીકે છે. ગત વર્ષે 30 ઓક્ટોબરે બનેલી આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. અજંતા મેન્યુફેક્ચરિંગ (ઓરેવા ગ્રૂપ)ને મોરબીમાં મચ્છુ નદી પરના બ્રિટિશ સમયના પુલના રીનોવેશન, સમારકામ અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસ - Humdekhengenews

મોરબી બ્રિજ અકસ્માતના આરોપી ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલે મંગળવારે મોરબી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો હતો. આ જ મહિનામાં ગુજરાત પોલીસે આ કેસમાં 1262 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં જયસુખ પટેલને પુલ તૂટી પડવાના કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરીના રોજ ગુજરાતની કોર્ટે પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત: સરકાર સ્ટેમ્પ ડયૂટીના દરમાં કરશે ઘટાડો, જાણો કોને થશે ફાયદો

ગુજરાતના મોરબીમાં બ્રિજ અકસ્માતની તપાસમાં દિવસેને દિવસે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે એ વાત સામે આવી છે કે ઓરેવાને બ્રિજના સમારકામ માટે રૂપિયા 2 કરોડ મળ્યા હતા. કંપનીએ તેમાંથી માત્ર 6% એટલે કે 12 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. 6 મહિનાના સમારકામ બાદ બ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પેટા કોન્ટ્રાક્ટર દેવપ્રકાશ સોલ્યુશન પેઢી પાસેથી જપ્ત કરાયેલા દસ્તાવેજોમાંથી પુલના રિપેરિંગ પાછળ ખર્ચવામાં આવેલા નાણાંનો હિસાબ મળી આવ્યો છે.

Back to top button