ગોઝારો દિવસ : એક દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, 2 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
રાજ્યમાં આજે સોમવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. આજે રાજ્યના આ બે સ્થળો પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે અલગ અલગ જગ્યાએ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. આજે ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રકનો અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ અને 10થી વધુ ઘાયલ થયા હતા. જ્યારે બીજો અકસ્માત ચોટીલા હાઈવે પર સર્જાયો હતો. આ અકસ્માતમાં પણ એકનું મોત નિપજ્યું હતુ અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા.
ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ પાસે અકસ્માત
ધંધુકા- બગોદરા રોડ લોલીયા ગામ પાસે ST બસ અને ટ્રકનો અકસ્માત થયો હતો. જેમાં પુલ પર પડેલી કોલસા ભરેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે દસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચોટીલા હાઈવે પર અકસ્માત
આજે ચોટીલા હાઈવે પર પણ અકસ્માત સર્જાયો હતો. જેમાં જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોનો અકસ્માત નડ્યો હતો. ચોટીલા હાઈવે પર એક પિકઅપ વાન મુસાફરોને અમદાવાદ તરફ લઈને જઈ રહી હતી આ દરમિયાન પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી મહારાજના જ્યાં અંતિમ સંસ્કાર થયા હતા ત્યાં જ બન્યું ભવ્ય મંદિર, જાણો શું છે તેની ખાસિયત