ગુજરાત

ગુજરાત: મૂલ્યાંકન કામગીરીમાં શિક્ષક ન મોકલનારી સ્કૂલની માન્યતા રદ થશે

મૂલ્યાંકન કામગીરીમાં શિક્ષક ન મોકલનારી સ્કૂલની માન્યતા રદ થઈ જશે તેમ સીબીએસઈએ જણાવ્યું છે. CBSEએ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કર્યા છે. જેમાં એક શિક્ષક મહત્તમ 20 ઉત્તરવહી ચકાસી શકશે. તથા 15 દિવસમાં મૂલ્યાંકન પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: સરકાર સ્ટેમ્પ ડયૂટીના દરમાં કરશે ઘટાડો, જાણો કોને થશે ફાયદો 

ધોરણ-10 અને 12ની ઉત્તરવહી મુલ્યાંકન પધ્ધતિમાં ફેરફારો કર્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ્ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ-10 અને 12ની ઉત્તરવહી મુલ્યાંકન પધ્ધતિમાં ફેરફારો કર્યા છે અને સ્કૂલો સામે પણ લાલઆંખ કરી છે. CBSE દ્વારા તમામ સ્કૂલોને સુચના આપવામાં મુલ્યાંકન માટે જે શિક્ષકોની પસંદગી કરવામાં આવે તે શિક્ષકોને સ્કૂલોએ મુલ્યાંકન કેન્દ્રો પર મોકલવાના રહેશે. જો સ્કૂલો શિક્ષકોને મુલ્યાંકન કાર્ય માટે નહી મોકલે તો તેવી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી શકે છે. ઉપરાંત બોર્ડ આવી સ્કૂલોને દંડ પણ ફ્ટકારી શકે છે. શિક્ષક નહીં મોકલનારી સ્કૂલોનું પરીક્ષાનું પરિણામ પણ અટકાવવામાં આવી શકે છે. મુલ્યાંકન કામગીરીને લઈ CBSEએ જણાવ્યુ છે કે, હવે શિક્ષકે એક દિવસમાં મહત્તમ 20 ઉત્તરવહીઓનું જ મુલ્યાંકન કરવાનું રહેશે. ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી માટે શિક્ષકોએ ફરજિયાત સાંજના 5 વાગ્યા સુધી કેન્દ્ર પર રોકાવવું પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત ક્રાઈમનો આંકડો જાણી ચોંકી જશો 

શિક્ષકે એક કલાકમાં માત્ર 2.5 ઉત્તરવહીનું મુલ્યાંકન કરવાનું રહેશે

CBSE દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવ્યુ છે કે, હવે મુલ્યાંકન કરતા શિક્ષકે એક કલાકમાં માત્ર 2.5 ઉત્તરવહીનું મુલ્યાંકન કરવાનું રહેશે. એક દિવસમાં આવા શિક્ષકે માત્ર 20 ઉત્તરવહીનું મુલ્યાંકન જ કરવાનું રહેશે.પરંતુ ગૌણ વિષયો હોય તો શિક્ષકોને એક દિવસમાં મહત્તમ 25 ઉત્તરવહીઓ તપાસવા માટે અપાશે. 10થી 12 દિવસમાં મુલ્યાંકનની કામગીરી પુર્ણ કરવાની સુચના અપાઈ છે. મુલ્યાંકન કરનાર શિક્ષકે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મુલ્યાંકન કેન્દ્ર પર હાજર રહેવું પડશે. આમ, જ્યાં સુધી દિવસનું મુલ્યાંકન પુર્ણ ન થાય ત્યા સુધી શિક્ષક કેન્દ્ર છોડી શકશે નહીં. બોર્ડ દ્વારા આ વખતે મુખ્ય પરીક્ષકની નીચે એક સહાયક મુખ્ય પરીક્ષકની નિમણુંક કરવાનો નિર્ણય લીધો છે. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની ઉત્તરવહીના મુલ્યાંકન માટે પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવશે.

Back to top button